કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

PSI પાસેથી 2000ની નોટ લેવાની દુકાનદારે ના પાડી

બૂટ ખરીદીના બિલમાં સ્વીકારવાની ના પાડતા ફરિયાદ થઇ

રાજકોટ: છેલ્લા બે સપ્તાહથી 2000ની ગુલાબી નોટ લોકોને અવનવા અનુભવ કરાવી રહી છે, ત્યારે વાંકાનેર તાલુુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSI બી.પી. સોનારાને પણ રાજકોટમાં કડવો અનુભવ થયો.

નોંધનીય છે કે સમગ્ર મામલે RBIએ સૂચના અનુસાર 2 હજારની નોટ ચલણમાં છે, છતાં દુકાનદારે તેને નહીં સ્વીકારતા PSI સોનારાએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ કરી છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે, તેમની પુત્રીના ઉચ્ચ અભ્યાસ માટે અમદાવાદ જવાનું હોય પોતે એક દિવસની રજા પર હતા અને પોતાને બૂટની જરૂરિયાત હોવાથી રાજકોટમાં ઇન્દિરા સર્કલ પાસે આવેલી અજન્તા ફૂટવેર નામની દુકાને ગયા હતા અને ત્યાંથી બે જોડી બૂટ ખરીદ કર્યા હતા. તેનું રૂ.4320નું બિલ બનતા કાઉન્ટર પર બિલ ચૂકવવા ગયા હતા અને રૂ.2 હજારની નોટ આપતાં કાઉન્ટર પરના કર્મચારીએ અમે રૂ.2 હજારની નોટ સ્વીકારતા નથી, તેમ કહ્યું હતું અને સામેના કાઉન્ટર પર અંગ્રેજીમાં લખ્યું હતું કે, ‘વી ડોન્ટ એક્સેપ્ટ એ નોટ ઓફ રૂ.2000’. જેથી PSI સોનારાએ કાઉન્ટર પરના કર્મચારીને કહ્યું હતું કે, તમે આવું સ્ટિકર લગાવી ન શકો, તો તેમણે કહ્યું હતું કે, અમારા મેનેજર અલ્પેશભાઇ પાદરિયાએ રૂ.2 હજારની નોટ લેવાની ના કહી છે.

PSI સોનારાએ મેનેજર પાદરિયાને ફોન કરીને વાત કરતાં પાદરિયાએ પણ રૂ.2 હજારની નોટ લેતા નથી, તેમ કહેતાં PSI સોનારાએ કહ્યું હતું કે, RBI એ કરેલી જાહેરાત મુજબ 30 સપ્ટેમ્બર 2023 સુધી રૂ.2 હજારની નોટ ચલણમાં છે; તમારે સ્વીકારવી પડે અન્યથા તમારી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવી પડશે, તો શો-રૂમના મેનેજર પાદરિયાએ ‘કંઇ વાંધો નહીં નોટ નહીં સ્વીકારું’ તેમ કહેતા પીએસઆઇ સોનારાએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની પીસીઆર બોલાવી હતી અને તેની સમક્ષ લેખિતમાં ફરિયાદ આપી હતી.

Content Copying Forbidden !!

error: Content is protected !!