(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર: રઘુવંશીઓનું એકતાનું પ્રતિસમુ શ્રીરામધામ નિર્માણ કાર્યનો જયારે પ્રારંભ થવા જઇ રહ્યો છે ત્યારે વાંકાનેર લોહાણા સમાજ ઉપરાંત શ્રી રામધામના ટ્રસ્ટીશ્રીઓ, સમસ્ત રઘુવંશી સમાજને એક છત્ર નિચે એકત્રીત કરવાનો ભેખ ધારણ કર્યો છે; તેવા વાંકાનેર લોહાણા સમાજના સર્વેસર્વા અને સમગ્ર ગુજરાતના એકમાત્ર રઘુવંશી ધારાસભ્ય જીતુભાઇ સોમાણી તથા સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાત- કચ્છમાં વસતા રઘુવંશી ભાઇઓ-બહેનોમાં અનેરો થનગનાટ છે.
કાલે પ્રથમ દેહશુધ્ધી બાદ અભુતપૂર્વ જલયાત્રા જે વાંકાનેર દિવાનપરા ખાતે આવેલ લોહાણા મહાજનવાડી ખાતેથી તમામ રઘુવંશી પરિવારોની વિશેષ ઉપસ્થિતીમાં સંતો-મહંતો તેમજ સાશ્વત બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર વિધી કરાવ્યા બાદ ગોંડલ રામજી મંદિરના ગાદી પતિ પૂજય શ્રી જયરામદાસજી મહારાજ તથા કમીજલા ખાતે આવેલ ભાણસાહેબની જગ્યામાં મહંતશ્રી પૂજય જાનકીદાસબાપુ, ગાયત્રી શકિતપીઠના મહંતશ્રી અશ્વિનબાપુ રાવલ, શ્રી ફળેશ્વર મહાદેવ મંદિર મહંત શ્રી વિશાલબાપુ પટેલ, ગઢશીસા (કચ્છ) થી પધારેલ
પૂજયશ્રી ચંદુમાં સહિત સંતો-મહંતોએ રૂગનાથજી મંદિરના રેવાદાસબાપુ આ ભવ્યથી ભવ્ય જલફાત્રાનો પ્રારંભ કરાવેલ હતો.
આ જલયાત્રામાં મુખ્ય સાત રથ, સાતસોથી વધુ કાર, ચારસો, બાઇક, સાથે આ જલયાત્રાનો પ્રારંભ થયેલ હતો. આ જલયાત્રા શ્રી રામધામની પાવનભૂમિ પર પહોંચ્યા બાદ તમામ રઘુવંશી બહેનો એક સાથે મહા રાસનું આયોજન કરાયુ હતું. આ મહારાસમાં 3000 થી વધુ બહેનો જોડાયા હતાં. અને સમગ્ર વાતાવરણ શ્રીરામમથ હતું.
ઉપરોકત જલયાત્રાના પાવનદિને ઉપસ્થિત રહેનાર સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતના રઘુવંશી પરિવારોનો વિનુભાઇ કટારીયા, રામધામ સ્વપ્ન દ્રષ્ટા જીતુભાઇ સોમાણી, હસુભાઇ ભગદેવ, ગીરીશભાઇ કાનાબાર, પરેશભાઇ કાનાબાર, અશ્વિનભાઈ સેતા, ભીખલાલ પાઉં, પરેશભાઇ વિઠલાણી તથા રામધામ મહિલા મોરચાના પ્રમુખ સોનલબેન વસાણી સહિતના ટ્રસ્ટી મંડળે તમામ રઘુવંશી પરિવારોનો આભાર વ્યકત કરેલ છે.
કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો