છ દિવસમાં ગઈકાલે ત્રીજીવાર મીટીંગ બોલાવામાં આવી: અમુક મહત્વના નિર્ણયો સર્વાનુમતે લેવામાં આવ્યા
વાંકાનેર-ચોટીલા બાઉન્ટ્રી નજીક નિર્માણાધીન રામધામ ખાતે આજે તા.30/3ને ગુરૂવારના રોજ અખંડ બ્રહ્માંડના અધિપતિ રઘુકુળ ભુષણ હિન્દુસમાજના આરાધ્ય દેવ ભગવાન રામચંદ્રજીનો જન્મોત્સવ ભવ્યતાથી ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે જેને લઈને સૌરાષ્ટ્ર ગુજરાતના રઘુવંશી પરિવારોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. રામધામ મુકામે ખાતે શ્રી રામ જન્મોત્સવ ધામધુમથી ઉજવણીના ભાગરૂપે રામધામના સ્વપ્નદ્રષ્ટા ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની અધ્યક્ષ સ્થાને મીટીંગોનો ધમધમાટ શરૂ થયેલ હતો. છ દિવસમાં ગઈકાલે ત્રીજીવાર મીટીંગ બોલાવામાં આવી હતી ઉપરોકત મીટીંગોમાં અમુક મહત્વના નિર્ણયો સર્વાનુમતે લેવામાં આવેલ છે.




વાંકાનેરથી વિનુભાઈ કટારીયા, ગીરીશભાઈ કાનાબાર, નિલેશભાઈ ચંદારાણા સહીતના ઉપસ્થિત રહ્યા હતાં. મીટીંગમાં શ્રી રામ જન્મોત્સવ ભવ્યતાથી ભવ્ય રીતે ઉજવતા તેમજ શ્રી રામધામની ભુમી પર વર્ષો પુરાણુ શ્રી રામેશ્ર્વર મહાદેવ મંદિર આવેલુ છે તે મંદિરના ર્જીણોધાર કરી ભવ્ય રામેશ્વર મંદિર બનાવવા તથા આગામી અખાત્રીજના પાવર દિને શ્રી રામેશ્વર મહાદેવ મંદિરનું ભવ્યરીતે ભુમી પુજન કરવાનું સર્વાનુમતે મંજુર કરવામાં આવેલ હતું.
રામધામ ખાતે રામજન્મોત્સવની ઉજવણી પ્રસંગે સદ્ગુરૂદેવ હરીચરણદાસજી મહારાજની પાદુકા પુજન શ્રીરામવિજય યંત્રની પુજનવિધિ ત્યારબાદ શ્યામ ધુન મંડળ દ્વારા સંગીતમય શ્રી હનુમાન ચાલીસાના સમુહ પાઠ, મહાઆરતી તથા પ્રભુશ્રી રામ જન્મોત્સવ ભવ્યરીતે ઉજવવા રઘુવંશી અગ્રણી અમીતભાઈ સેજપાલ તથા તેમની ટીમ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ રામધામ મુકામે સમસ્ત રઘુવંશી પરિવારો તથા ઉપસ્થિત સમસ્ત હિન્દુ સમાજના શ્રીરામ ભકતનો સાથે ધારાસભ્ય જીતુભાઈ સોમાણી વિચાર ગોસ્ટી કરશે. અને બાળકો સાથે વાર્તાલાપ કરાશે. રામધામ ખાતે મોટી સંખ્યામાં રઘુવંશી પરિવારો ઉપસ્થિત રહેશે.આ માટે અમુક સેન્ટરોમાં તમામ વ્યવસ્થા પણ કરવામાં આવી છે.