વ્યાસપીઠે માધાપરના શાસ્ત્રી કિશોરઅદા એ. પાઠક
વાંકાનેર: વર્ષો પુરાણુ શ્રી નિલકંઠ મહાદેવ મંદિરના સાનિધ્યમાં આગામી તા. ૧૬ થી તા. ૨૪ નવ દિવસ શ્રી રામકથા જ્ઞાનયજ્ઞનું આયોજન શ્રી નિલકંઠ મહાદેવ મંદિર સેવા સમિતિ દ્વારા કરવામાં આવેલું છે. ચાવડી ચોક નીલકંઠ શેરીમાં ગઢની રાંગ પાસે આ મંદિર આવેલું છે…
વાંકાનેરની પાવનધરા પર બિરાજતા શ્રી નિલકંઠ મહાદેવ મંદિર જે ખુબ જ પૌરાણીક મંદિર છે જે આજના સમયમાં પણ મોજુદ છે દેવધીદેવ નિલકંઠ મહાદેવ મંદિર આજે જે શિવ ભકતોનું આસ્થાનું કેન્દ્ર બની ગયું છે જે મંદિર સ્વામિનારાયણ ધર્મના સ્થાપક નિલકંઠ વર્ણી લઇ વાંકાનેરમાં એક વખત પધારેલ જે સમય દરમ્યાન નિલકંઠ મહાદેવની નિલકંઠ વર્ણી પુજય શ્રી ઘનશ્યામ મહારાજના હસ્તે પુજા કરવામાં આવી હતી. જે આજે નિલકંઠ મહાદેવ મંદિર ભાવિક ભકતોજનો માટે શ્રધ્ધા અને આસ્થાનું પ્રતિક બની ગયું છે…
કથા દરમ્યાન આવતા વિવિધ પ્રસંગો જેવા કે રામ જન્મ, રામ વિવાહ, રામ વનવાસ, ભરત મીલાપ, સીતાહરણ, હનુમાન મિલન, રાવણ વધ તથા શ્રીરામ રાજયાભિષક સહિતના પ્રસંગો ધામધૂમથી ઉજવાશે તેમ સમિતિની અગ્રણી હરેશભાઇ ત્રિવેદી (બબુભાઇ) તથા વિનેશભાઇ મીયાત્રાએ યાદી આપતા જણાવ્યું છે…
શ્રી રામકથાના વ્યાસાસન સ્થાને મુળ માધાપરવાળા અને જેને વાંકાનેરની કર્મ ભૂમિ બનાવેલ છે તેવા શ્રી કિશોરઅદા એ. પાઠકના મધુર કંઠે સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવશે અને શ્રી રામકથા દરરોજ એક ટાઇમ બપોરે ૩.૩૦ થી ૬.૩૦ દરમ્યાન રસપાન કરાવવામા આવશે તો દરેક ભાવિક ભકતજનોએ આ ધાર્મિક કથામાં કથાશ્રવણ માટે પધારવા નિલકંઠ સેવા સમિતિના આગેવાન ભાઇઓ-બહેનોને પધારવા અનુરોધ કરેલ છે…
