કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

તીથવા મુકામે એપ્રિલ માસમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ યોજાશે

હજનાળી વાળા ભાગવતાચાર્ય શાસ્ત્રીજી હિંમતભાઈ વિઠ્ઠલજી જોશી વ્યાસપીઠ પરથી કથાનું રસપાન કરાવશે

સ્નેહ, શ્રધ્ધા, સમર્પણ અને શરણાગતીની ચાર દિશાઓ સમાવી પરમહંસોની સંહિતા સંદ્વય એટલે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ ત્યારે આગામી તારીખ  ૦૭-૦૪-૨૦ર૩ શુક્રવારથી તારીખ ૧૩-૦૪-ર૦ર૩ ગુરૂવાર સુધી વાંકાનેર તાલુકાના તીથવા મુકામે માતંગી મોઢેશ્વરી માતૃ સંસ્થાન દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. 

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર સર્વપતૃઓના દિવ્ય આત્માઓના મોક્ષાર્થે હજનાળી વાળા ભાગવતાચાર્ય શાસ્ત્રીજી હિંમતભાઈ વિઠ્ઠલજી જોશી વ્યાસપીઠ પરથી કથાનું રસપાન કરાવશે. દૈનિક વાંકાનેર તાલુકાના તીથવા મુકામે માઁ નું ધામ ભંગેશ્વર મહાદેવનાં મંદિરની બાજુમાં દૈનિક સવારે ૯ થી ૧૨ અને બપોરે ૩ થી ૬ વાગ્યા દરમિયાન માતંગી મોઢેશ્વરી માતૃ સંસ્થાન આયોજીત શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ યોજાશે. આ સપ્તાહના મુખ્ય પોથીદાતા ભાવેશભાઈ ભાનુશંકર પંડ્યા છે જયારે સપ્તાહના પ્રેરણામૂર્તિ કૃષ્ણ (સુરેશભાઈ) નરહરિ પંડ્યા છે. 

ઇસ્ટાગ્રામમાં બંદૂક સાથેનો ફોટો મૂકતા ચિત્રાખડાના યુવાન સામે ગુન્હો નોંધાયો

કથાના પાવન પ્રસંગોની વાત કરીએ તો તારીખ ૦૭-૦૪-૨૦ર૩, શુક્રવાર, સવારે ૮-૩૦ કલાકે શોભાયાત્રા, તારીખ ૦૯-૦૪-૨૦૨૩, રવિવાર સાંજે ૫-૦૦ કલાકે નૃસિંહ જન્મ, તારીખ  ૧૦-૦૪-૨૦૨૩, સોમવાર, સવારે ૧૦-૩૦ કલાકે વામન જન્મ, તારીખ ૧૦-૦૪-૨૦૨૩ સોમવાર બપોરે ૧૨-૦૦ કલાકે રામજન્મ, તારીખ ૧૦-૦૪-૨૦૨૩ સોમવાર સાંજે ૫-૦૦ કલાકે કૃષ્ણજન્મ,તારીખ ૧૧-૦૪-૨૦૨૩ મંગળવાર સાંજે ૫-૦૦ કલાકે રૂક્ષ્મણી વિવાહ, તારીખ ૧૨-૦૪-૨૦૨૩ બુધવાર  સાંજે ૫-૦૦ કલાકે અને ૧૩-૦૪-૨૦૨૩, ગુરૂવાર બપોરે ૨ થી ૪ કલાકે દશાંશ યજ્ઞ યોજાશે અને તારીખ ૧૩-૦૪-ર૦ર૩ના રોજ કથાની પુર્ણાહૂતિ થશે. 
ત્યારે સર્વે ભાવિકોને કથાનો લાભ લેવાનું  માતંગી મોઢેશ્વરી માતૃ સંસ્થાનના પ્રમુખ ગીરધરભાઈ કે. જોશીની યાદીમાં જણાવામાં આવ્યું છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!