એક પેડ મારાજ કે નામ
જેમને જંગી ગામના ના ઝાડવા વાલા રાસડો ખુબ જ વ્હાલો હતો
વાંકાનેરમાં વર્ષોથી સૈવાકિય કાર્યો કરતા જીવદયાપ્રેમી કિડીને કિડયારૂ, પક્ષીને ચણ, શ્વાનને રોટલા તથા શ્રી એકલીયા બરારીયા હનુમાનજી મંદિર રાજકોટ રોડના સ્થાપક જ્યાં દર વર્ષે હનુમાન જયંતી દિવસે ભોજન- ભજન અનેક સૈવાકિય કાર્યો કરનાર સંસારમાં રહીને સંત જેવું જીવન જીવી ગયા. મુળ વતન કચ્છ વાગડના ખાડેક ગામનાં વતની વર્ષોથી વાંકાનેરમા રહેતાં રાજગોર બ્રાહ્મણ 


સ્વ. નેણશીભાઈ ભુરાભાઈ ખાંડેખાનું 74 વર્ષે અવસાન થતાં 3 પુણ્યતિથિ શ્રાદ્ધ નિમિત્તે ભોજન- ભજન તથા વાંકાનેર પરશુરામધામ મંદિર ખાતે પરિવારજનો તથા બહેનો દીકરીઓના હસ્તે સ્વ. નેણશી મારાજના આત્મા કલ્યાણ અર્થ 174 વૃક્ષો ઝાડવા અર્પણ કરાયા હતા,
આપનો આત્મા આજે પણ અમર છે આત્મા પૂણ્યત્માની દિવ્ય જ્યોતિનો પ્રકાશ અમોને સદૈવ આત્મબળ અને પ્રેરણા આપતો રહેશે પરમ કૃપાળુ પરમાત્મા આપના આત્માને પરમ શાંતિ આપે એજ પ્રાર્થના…
