રાજકોટ: ગુજરાતમા એક તરફ વિધાનસભાના બજેટ સત્ર માટે તૈયારીઓ શરૂ થઈ છે અને બીજી તરફ ઓબીસી મુદાના કારણે પાછી ઠેલાયેલી પંચાયતો-પાલિકાઓની ચુંટણીઓનું કાઉન્ટડાઉન પણ શરૂ થયુ હતું પણ બન્નેને સમાંતર કે એકબીજાથી આગળ પાછળ ચલાવવાના બદલે હવે રાજય સરકારે સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચુંટણીમાં માર્ચ માસમાં વિધાનસભાના બજેટ સત્રની સમાપ્તી બાદ જ એપ્રિલ-મેના સમયમાં યોજવા નિર્ણય લેવાના સંકેત છે…સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચુંટણીઓ હવે, ગુજરાત વિધાનસભાના સંભવત: 17મી ફેબ્રુઆરી 2025થી 28મી માર્ચ 2025 સુધી યોજાનારા બજેટ સત્ર બાદ નવી 2025ની મતદાર યાદી મુજબ એપ્રિલના અંત કે મે માસની શરૂઆતમાં યોજાય તેવી શકયતા છે…
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની આ સંસ્થાઓ આગામી ચુંટણીઓ હવે ઝવેરી પંચના અહેવાલ બાદ નકકી કરાયેલી ઓબીસીની 27 ટકા, અનુસૂચીત જનજાતિ (એસટી) માટે 14 ટકા અને અનુસૂચીત જાતિ (એસસી) માટે 7 ટકા અનામત બેઠકો મુજબ કરાશે. હાલને તબકકે, શહેરી વિકાસ વિભાગ બાદ પંચાયત વિભાગે 27 ટકા ઓબીસી અનામત બેઠકોનું જાહેરનામું બહાર પાડવાની પ્રક્રિયા શરૂ કરી છે…
હાલ તો, સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની અનામત પ્રમાણે બેઠકોની ફાળવણી, વોર્ડરચના, રોટેશનની પ્રક્રિયા પૂર્ણ થયા પછી મતદાર યાદીઓની સુધારણાનો કાર્યક્રમ શરૂ કરાશે…
આ ઉપરાંત મુદત વીતી ગઈ હોય તેવી પાલિકા અને પંચાયતો તથા શહેરી વિસ્તારની 42 અને પંચાયતોની 42 મળીને કુલ 84 ખાલી પડેલી બેઠકો પર પેટાચૂંટણી આવશે. થોડા સમય પહેલા જ શહેરી વિકાસ અને પંચાયત વિભાગ તરફથી ડ્રાફટ નોટીફીકેશન બહાર પાડવામાં આવ્યુ હતું પરંતુ હવે તેમાં સુધારા-વધારાના સાથે ફાઈનલ નોટીફીકેશન મળી જાય…
તે પછી જે તે સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં નવી મતદાર યાદી બહાર પડાશે. આ પ્રક્રિયામાં દોઢથી બે મહિના સુધીનો સમય લાગી શકે તેમ છે. આ પ્રક્રિયા પુરી થયા બાદ ચુંટણી પંચ દ્વારા બજેટ સત્ર પૂર્ણ થયા બાદ એપ્રિલ 2025માં ચુંટણી કાર્યક્રમ જાહેર કરાય તેવી શકયતા છે…