પત્નિ સાથે ઉભા હતા અને બીજા બાઇકે ઠોકર મારી
વાંકાનેરના સિંધાવદરમાં રહેતાં એક પરપ્રાંતીય શખ્સ રાજકોટ નાના મવા રોડ જીવરાજ પાર્ક નજીક ટીલાળા ચોકડી પાસે પોતાનું બાઇક ઉભું રાખી પત્નિ સાથ ઉભા હતાં, ત્યારે અન્ય બાઇકની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થઇ હતી.
જાણવા મળ્યા મુજબ વાંકાનેરના સિંધાવદરમાં રહેતાં મુળ ઓરિસ્સાના આધેડ બિનોદભાઇ ઉર્ફે પિભાઇ બચ્ચનભાઇ તાંડી (ઉ.વ.૪૮) તા. ૧૯મીએ નાના મવા રોડ જીવરાજ પાર્ક નજીક ટીલાળા ચોકડી પાસે પોતાનું બાઇક ઉભું રાખી પત્નિ સાથ ઉભા હતાં, ત્યારે અન્ય બાઇકની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા પહોંચતાં સારવાર હેઠળ હતાં. તેમનું મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
બિનોદભાઇ ઉર્ફે પિન્ટુભાઇ પત્નિ, સંતાનો સાથે સિંધાવદર વાડીમાં રહી મજૂરી કરતાં હતાં. રાજકોટ નાના મવા જીવરાજ પાર્ક પાસેની બાંધકામની સાઇટ પર તેના સગા કામ કરતાં હોઇ પોતે પત્નિને લઇ ૧૯મીએ રાજકોટ સગાને મળવા આવ્યા હતાં. ત્યારે બાઇકની ઠોકરે ચડી ગયા હતાં. સારવારમાં દમ તોડી દેતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે લોધીકા પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનારને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે.