તા.16 થી મતદાર યાદીમાં સુધારા-વધારા કરી શકાશે
રાજ્યમાં હાથ ધરાયેલ મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ (એસઆઈઆર)નો ગઈ કાલે અંતીમ દિવસ હતો, જે બાદ ગઈ તા.11 ના મધ્યરાત્રીના એટલે કે 12 વાગ્યે મતદાર યાદી લોક થઈ ગઈ.

હવે તા.16 થી મતદાર યાદીમાં સુધારા થઈ શકશે. મતદારોનું એએસડી તરીકે ડીજીટાઈઝેશન પૂર્ણ કરી દેવામાં આવેલ છે. જિલ્લામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમની કામગીરી દરમ્યાન બીએલઓએ વિધાનસભા વિસ્તાર અને બુથવાઈઝ ડોર ટુ ડોર ફરી મતદાર ગણતરી ફોર્મ વિતરણ કર્યા હતા.

તેમજ મતદારો પાસે ફોર્મ ભરાવી બીએલઓ એપમાં તેનું ડીજીટાઈઝેશન કરવામાં આવેલ હતું. આ કામગીરી પૂર્ણ થયા બાદ આવતા મંગળવારે તા.16 ના તમામ મતદાન મથકો પર મતદાર યાદીનો મુસદો પ્રસિધ્ધ કરી દેવાશે. ગઈ રાત્રીના 12 વાગ્યે મતદાર યાદી લોક થઈ ગઈ છે, તેમ સુત્રોએ જણાવ્યું હતું.