દૂધ અને દૂધની પ્રોડક્ટ વિશે માહિતી મેળવી
વાંકાનેર: તા: 24 ના સ્વરાજ ડેરીમાં એક વધું ગૌરવવંતુ કામ થયું દરેક સમાજ અને દરેક દેશનો વિકાસ શિક્ષણના માધ્યમથી થાય એ દરેક સમજુ વ્યક્તિ સમજે છે અને એ સમજવું ખૂબ જરૂરી છે.
તા: 24 ના ફૈઝ સ્કૂલમાંથી ANM નર્સિંગમાં અભ્યાસ કરતાં બહેનો સ્વરાજ ડેરીની શૈક્ષણિક મુલાકાતે આવ્યા હતાં સાથે તેમનો સ્ટાફગણ પણ સામેલ હતો ડેરીની મુલાકાત વખતે અત્યાધુનિક પ્લાન્ટની વિઝીટ થઈ ત્યારે સ્વરાજ ડેરીના જે તે વિભાગના હેડ દ્વારા દરેક મશીન અને
પ્રોડક્ટની સમજૂતી આપી હતી જેમાં વિઝિટર્સને ખૂબ જ રસ પડ્યો હતો અને વિગત જાણી હતી. પ્લાન્ટની વિઝીટ બાદ કોન્ફરન્સ હોલમાં એક નાની મિટિંગનું આયોજન થયું હતું જેમાં સ્વરાજ ડેરીના ચેરમેન, ડિરેક્ટર્સ અને અન્ય સ્ટાફગણ હાજર રહ્યો હતો અને અધ્યક્ષ સ્થાનેથી ડેરીના ચેરમેન શ્રી ઇરફાનભાઈ શેરસિયાએ કંપની પ્રોફાઈલ ઉપરાંત મોટીવેશનલ સંબોધન કર્યું હતું સાહિલ શેરસીયા દૂધ વિશે અને 
દૂધની પ્રોડક્ટ વિશે માહિતી આપી અને સુફિયાન ખોરજીયા સાહેબે બધાનો આભાર વ્યક્ત કર્યો અને છેલ્લે બધાએ નાસ્તો કર્યો અને સ્વરાજની દમદાર લસ્સી પી ને છુટા પડ્યા બસ આવા દરેક સમાજ અને દેશ ઉપયોગી કાર્યમાં સ્વરાજ હંમેશા ગૌરવ અનુભવે છે સ્વરાજ ડેરીની મુલાકાત ને યાદગાર બનાવવા માટે એક મોમેન્ટો અર્પણ કરવામાં આવ્યો હતો એ બદલ સ્વરાજ ડેરી ફૈઝ સ્કૂલનો આભાર વ્યક્ત કરે છે


