
વાંકાનેરમાં આરોપી જયાબેન કીશનભાઇ જખાણીયા મહીકા ગામની નદીના પટમાંથી પોતાના કબ્જામાં રૂપિયા ૧૪૦ની કિમતના ૭ લિટર દેશી દારૂ સાથે મળી આવી હતી. વાંકાનેરમાં આરોપીઓ પ્રતિકસિંહ ઉર્ફે પીન્ટુ જનકસિંહ ઝાલા અને ધર્મદિપ પ્રતાપભાઇ તકમરીયા ભવાની કાંટાની સામે રોડ ઉપર પોતાના કબ્જામાં રૂપિયા ૨૦૦ની કિમતના ૧૦ લિટર દેશી દારૂ સાથે મળી આવ્યો હતો.

વાંકાનેરમાં આરોપી જીતેન્દ્રભાઇ વસંતભાઇ વોરા નવાપરા, આશીર્વાદ પંપ પાસે રૂપિયા ૪૦ની કિમતના ૨ લિટર દેશી દારૂ સાથે મળી આવ્યો હતો. વાંકાનેરમાં આરોપી કીરીટભાઈ અંબારામભાઈ સરવૈયા ગાયત્રી મંદીર રોડ પર પોતાના કબ્જામાં રૂપિયા ૧૦૦ની કિમતના પાંચ લિટર દેશી દારૂ સાથે મળી આવ્યો હતો.

મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે કયુટોન સીરામીક સામે રેલ્વેના પાટાની પાછળ બાવળની ઝાડીમાં સિટી પોલીસે દરોડા પાડ્યા હતા. જ્યાં રૂપિયા ૧૭૪૦ની કિંમતના ૮૭ લિટર દેશી દારૂ સાથે મળી આવ્યો હતો. જયારે આરોપી શીવરાજસિહ સહદેવસિંહ ઝાલા સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને કાયદાના સકંજામાં લેવાતા તજવીજ હાથ ધરી છે.
જ્યારે વાંકાનેરમાં આરોપી નવાબ રજાકભાઇ શેખ ચંદ્રપુરના નાલા પાસે રોડ ઉપર પોતાના કબજામાથી હથીયાર તરીકે ઉપયોગ કરી શકાય તેવી છરી રાખી મળી આવ્યો હતો.