મોડી રાત્રીના અંધારામાં લપાતા છુપાતા મોરબીના ત્રણ પકડાયા
વાંકાનેર: તાલુકાના ઢુવા ગામની સીમમાં આવેલ પોતાના રેઇન્બો સીરામીક નામના બંધ સીરામીકની ઓફીસમાં બહારથી અન્ય માણસો બોલાવી જુગાર રમાડતા/ રમતા કુલ છ સામે પોલીસ કાર્યવાહી થઇ છે….
જાણવા મળ્યા મુજબ ઢુવા ગામની સીમમાં આવેલ પોતાના રેઇન્બો સીરામીક નામના બંધ સીરામીકની ઓફીસમાં બહારથી અન્ય માણસો બોલાવી મોરબી સામાકાંઠે ગીતાપાર્ક સોસાયટીમાં રહેતા (1) મોહનભાઈ લખમણભાઇ ભલસોડ (ઉ.વ.72) આરોપી ૨ થી ૬ ને એટલે કે (2) હષૅદભાઈ ઓઘળભાઇ ડાભી (ઉ.વ.40) રહે. ઢુવા (3) રાજુભાઈ વીરમભાઈ અણીયારીયા (ઉ.વ.40) રહે. ઢુવા (4) પ્રતાપભાઈ ગગજીભાઇ રાઠોડ (ઉ.વ.47) રહે. ઢુવા 
(5) રાજેશભાઈ માવજીભાઈ ચનીયારા (ઉ.વ.49) મોરબી ગજાનંદ સોસયાટીકેનાલ રોડ અને (6) રાકેશભાઇ જયંતીભાઇ એરવાળીયા (ઉ.વ.48) મોરબી રવાપર રોડ વર્ધમાન એપાર્ટમન્ટ ફ્લેટ વાળાને બોલાવી ગેરકાયદેસર જુગાર રમવાના સાધનો સામગ્રી પુરા પાડી તેની અવેજીમાં નાલ ઉઘરાવી ગંજીપતાના પાના વડે પૈસાની હારજીતનો તીન પતિનો રોન પોલીસનો જુગાર રમી રમાડતા રેઇડ દરમ્યાન રોકડ રૂપિયા ૩૨૪૦૦ ના મુદ્દામાલ સાથે પોલીસ ખાતાએ પકડી જુગારધારા કલમ ૪ ૫ મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી શરુ કરેલ છે….
મોડી રાત્રીના અંધારામાં લપાતા છુપાતા મોરબીના ત્રણ પકડાયા
(1) મોરબી કુબેર ટોકીઝ પાસે ધાર ઉપર રહેતા પરસોતમભાઈ દેવાભાઈ મેર (ઉ.વ.30) (2) મોરબી કુબેર ટોકીઝ પાસે કેનરા બેન્ક પાછળ રહેતા પ્રશાંત ઉર્ફે પપ્પુ અરવિંદભાઈ ગડેસીયા અને (3) મોરબી ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા અલીયાસ નુરાલીમામદ કાજલીયા મોડી રાત્રીના અંધારામાં લપાતો છુપાતો બંધ દુકાનોના તાળા ફંફોળતો કોઇ કોગ્નીઝેબલ ગુન્હો કરવાના ઇરાદે મળી આવતા ગુન્હો જી.પી.એકટ કલમ-૧૨૨(સી) મુજબ દાખલ કરી પોલીસ ખાતાએ આગળની કાર્યવાહી શરુ કરેલ છે…
