બે મહિલા સામેલ: રૂપીયા ૧૫,૪૯૦/- નો મુદ્દામાલ કબ્જે
વાંકાનેર નવાપરા ખડીપા પટ્ટમાં પોલીસે દરોડો પાડી જુગાર રમતા બે મહિલા સહિત છ લોકોને ઝડપી પાડ્યા હતા. આ સાથે તેઓ પાસેથી રૂ. ૧૫ હજારની રોકડ કબ્જે કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સિટી પોલીસે બાતમીના આધારે વાંકાનેર નવાપરા ખડી પટ્ટમાં જાહેરમા જુગાર રમતા ગફાર ઇસ્માઇલ મોવર (ઉવ.૪પ) રહે. મિલપ્લોટ, અલીઅસગર ઓસ્માન શેખ (ઉવ.૨૨) રહે. સીટી સ્ટેશન રોડ, ઇસ્માઇલ મામદ શેખ (ઉ વ-૩૭) રહે. સીટી સ્ટેશન રોડ, ઇકબાલ ઇસ્માઇલ શેખ (ઉ.વ-૧૯) રહે. સીટી સ્ટેશન રોડ, શાંતીબેન ભીમજી રાઠોડ (ઉ.વ-૫૦) રહે. ખડીપરા નવાપરા, રેશ્માબેન ઇસ્માઇલ શેખ (ઉ.વ૩૫) રહે. સીટી સ્ટેશનરોડને રોકડા રૂપીયા ૧૫,૪૯૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ કામગીરીમાં પો.હેડ.કોન્સ ચશપાલસિંહ પરમાર, હરપાલસિંહ પરમાર, હરદીપસિંહ ઝાલા, પો.કોન્સ પરબતભાઈ મર્યા, પ્રતિપાલસિંહ વાળા, કૃષ્ણરાજસિંહ ઝાલા, દિવ્યરાજસિંહ ઝાલા તથા ધર્મરાજભાઈ ગઢવી સહિતના જોડાયેલ હતા.