દારૂ પી તોફાન કરતા પતિને પત્નીએ પકડાવ્યો: રેતી ભરેલ ડમ્પર કબ્જે
વાંકાનેર સિટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર શહેર નજીક હાઇવે પર જડેશ્વર-૨ ચેમ્બર ખાતે આવેલ

ટ્રાન્સપોર્ટની ઓફિસમાં ચાલતી જુગારની મહેફિલમાં દરોડો પાડતાં જુગારીઓમાં નાસભાગ મચી હતી, જેમાં પોલીસે સ્થળ પરથી રૂ. 2.27 લાખનાં મુદ્દામાલ સાથે છ શખ્સોને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની વિગતો મુજબ વાંકાનેર સિટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર શહેર નજીક હાઇવે પર જડેશ્વર ચેમ્બર-રમાં આવેલ ન્યુ અક્ષર ટ્રાન્સપોર્ટ નામની ઓફિસમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા

સુભાષભાઈ ગોવિદભાઈ લોખિલ (રહે. ભાટિયા સોસાયટી), કાર્તિકભાઈ ભગવાનજીભાઈ કુણપરા (રહે. રામકૃષ્ણનગર),

જુગલભાઈ ડાયાભાઈ ધરોડીયા (રહે. હરીપાર્ક- ઝાંઝર સિનેમા પાછળ), હીરેનભાઈ જીવરાજભાઈ ધરોડીયા (રહે. વિસીપરા- રેલવે કોલોની રોડ),

મીહીરભાઈ જીતેન્દ્રભાઈ દોશી (રહે. ચાવડી ચોક- શેઠ શેરી), કુલદીપભાઈ ઈશ્વરભાઈ બદ્રકિયા (રહે. હરીપાર્ક- ઝાંઝર સિનેમા પાછળ) સહિત

છ શખ્સોને રોકડ રકમ રૂ. 1,37,500 તથા મોબાઇલ ફોન તથા વાહન સહિત કુલ રૂ. 2,27,500 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તમામ સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી….
દારૂ પી તોફાન કરતા પતિને પત્નીએ પકડાવ્યો
વાંકાનેર તાલુકાના અગાભી પીપળીયાના કવિતાબેને પોલીસ ખાતાને ફોન કરેલ કે પોતાનો પતિ દારૂ પી તોફાન કરે છે, આથી પોલીસે રામનગર સોસાયટી શેરી નં 2 થોરાળા (રાજકોટ) રહેતા તેના પતિ જયંતિ ભાણાભાઈ પરમારને અગાભી પીપળીયા જઈને પકડેલ છે
રેતી ભરેલ ડમ્પર કબ્જે
મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ એસ.વી.સામાણી તથા સ્ટાફે મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલ ધ ફર્ન હોટલ નજીકથી પસાર થતાં ડમ્પર ટ્રક નંબર જીજે 36 એકસ 8800 ને અટકાવ્યું હતું અને ડ્રાઇવર દશરથ મનસુખભાઈ રહે.જામસર વાંકાનેર વાળા પાસે તેમાં ભરેલ રેતી અંગે આધાર પુરાવા માંગ્યા હતા. ચાલક પાસે આ અંગે કોઈ આધાર પુરાવા ન હોય અને અનઅધિકૃતપણે ખનીજ (રેતી) નું પરિવહન થતું સામે આવતા દંડ વસુલાતની કાર્યવાહી કરવા માટે ડમ્પર પકડીને સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હવાલે કરવામાં આવ્યુ હતુ
દારૂ સાથે:
(1) મિલ પ્લોટ ફારુકી મસ્જિદની પાછળની શેરીમાં રહેતા ધનબાઈ નેકમામદભાઈ ભટી અને (2) મહીકા હાઇવે કોઠી બોર્ડ પાસે કેજીએન હોટલ પાછળ રહેતા બેનઝીરબેન ઉર્ફે બેબી રફીક ફિરોઝભાઈ રાઠોડને દેશી દારૂ બાબતે પોલીસ ખાતાએ પકડેલ છે
ટ્રાફિક નિયમના ભંગ:
(1) જીનપરા શેરી ન 13 ગૌશાળા રોડ પરના રોહિત રમેશભાઈ વિંઝવાડિયા અને રાતીદેવરીના સિંધા દેવશીભાઇ દેત્રોજા સામે ટ્રાફિક નિયમના ભંગ સબબ કાર્યવાહી
નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને આપના અન્ય મિત્રોને પણ આ લિંક Share કરી તેને પણ અમારી સાથે જોડો…
https://chat.whatsapp.com/Lj0mgxBwtwaCSLe9QfXM3P
નોંધ: જો ગ્રુપ ફૂલ આવે તો અમને જાણ કરશો તો અમે બીજી Link મોકલીશું