વાંકાનેર: તાલુકાના વીરપર ગામે દુધની ડેરીની બાજુમાં શેરીમાં લાઇટના અજવાળે છ ઇસમો ગોળકુંડાળું વળી જુગાર રમતા પકડાયા છે.
જાણવા મળ્યા મુજબ વીરપર ગામે (1) બુટાભાઈ મેરાભાઇ દેકાવાડીયા (ઉ.વ.28)(2) ધનજીભાઈ વાલજીભાઈ દેકાવાડીયા (ઉ.વ.27) (3) વનરાજભાઈ માધાભાઈ દેકાવાડીયા (ઉ.વ.22)
(4) હીતેશભાઈ કરશનભાઈ ડાંગરોચા (ઉ.વ.19) (5) સુનીલભાઈ ભગાભાઈ ડાંગરોચા (ઉ.વ.20) અને (6) સાગરભાઈ રમેશભાઈ ડાંગરોચા (ઉ.વ.23) રહે. બધા વીરપર વાળા જાહેરમાં ગોળ કુંડાળુંવળી ગંજીપતાના પાના તથા પૈસા વતી તીનપત્તીનો હારજીતનો નસીબ આધારીત જુગાર રમતા કુલ રોકડા રૂપીયા ૧૨,૬૦૦ ના મુદ્દામાલ સાથે પોલીસ ખાતાએ પકડી જુગારધારા કલમ ૧૨ મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી કરેલ છે….
કાર્યવાહી વાંકાનેર તાલુકા પોલિસ સ્ટેશનના અનાર્મ પોલીસ કોન્સટેબલ વીજયભાઈ નાથાભાઇ ડાંગર, એ.એસ.આઇ. ચમનભાઇ ચાવડા, પો.કોન્સ. સંજયસિંહ જાડેજા તથા લોકરક્ષક અજયસિંહ ઝાલા દ્વારા કરવામાં આવી છે…