કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

વિશિપરામા જુગાર રમતા છ ઝડપાયા

શંકરના મંદીર પાસે લીંબડાના ઝાડ નીચે દરોડો પાડતા જાહેરમા જુગાર રમતા પકડાયા

વાંકાનેર : વાંકાનેર શહેરના વિશિપરા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે સીટી પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા છ શખ્સોને ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી. 

 

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પીઆઇ કે.એમ.છાસીયાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના માણસો કામગીરી કરવા પ્રત્યનશીલ હતા, તે દરમ્યાન પોલીસ કોન્સટેબલ પ્રતિપાલસિંહ વાળા તથા કૃષ્ણરાજસિંહ ઝાલાને મળેલી સંયુક્ત બાતમીને આધારે વાંકાનેર વીશીપરા વિસ્તારમાં શંકરના મંદીર પાસે લીંબડાના ઝાડ નીચે દરોડો પાડતા જાહેરમા જુગાર રમતા વિશાભાઈ સાતાભાઈ માંડાણી, જીતેન્દ્રભાઈ ગોબરભાઈ કોબીયા, યુનુસભાઈ ઈબ્રાહીમભાઈ મમાણી, સતારભાઈ અબ્દુલભાઈ ભાડુલા, ગીરધરભાઈ ગોબરભાઈ કોબીયા અને હુશેનભાઈ જુસબભાઈ શેખને તિનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 10,600 કબજે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી. 

 આ સારી કામગીરી વાંકાનેર સીટી પોલીસ ઇન્સ્પેકટર કે.એમ.છાસીયા, પો.હેડ.કોન્સ યશપાલસિંહ પરમાર, હરપાલસિંહ પરમાર, હરદીપસિંહ ઝાલા, પો.કોન્સ પ્રતિપાલસિંહ વાળા, કૃષ્ણરાજસિંહ ઝાલા, ધર્મરાજભાઈ ગઢવી તથા દિવ્યરાજસિંહ ઝાલા સહિતના સ્ટાફે કરી હતી. 

Content Copying Forbidden !!

error: Content is protected !!