વાંકાનેર: અહીં હાઇવે પર સિરામિકની ઓરડી પાસે બહાર ખુલા પટમાં જુગાર રમતા છ જણાને પોલીસ ખાતાએ પકડેલ છે, જેમાં એક શખ્સ નવાપરાનો અને પાંચ સિરામીકમાં મજૂરી કરતા મજૂરોનો સમાવેશ થાય છે….

જાણવા મળ્યા મુજબ વાંકાનેર જ્યોતી સિરામિકની ઓરડી પાસે બહાર ખુલા પટમાં ગેરકાયદેસર રીતે જાહેરમાં બેસી ગંજીપતાના પાનાવતી પૈસાની લેતી દેતી કરી નસીબ આધારીત તીનપતીનો હારજીતનો જુગાર રમતા રોકડા રૂ. ૬૦૩૦/-સાથે મળી આવતા ગુન્હો જુગાર ધારા કલમ-૧૨ મુજબ નોંધાયો છે પોલીસને જોઈને નાશભાગ કરવાનો નિષ્ફ્ળ પ્રયાસ થયો હતો આરોપીઓના નામ નીચે મુજબ છે…..

(૧) નિલેશભાઇ જગદીશભાઇ દાધોડીયા /રાજપુત (ઉ.વ.૩૨) રહે.જયોતી સિરામિકની ઓરડીમાં, વાંકાનેર (૨) લાલાભાઇ ધીરૂભાઇ ડાંગાણી /કોળી ઉ.વ.૩૦ ધંધો-મજુરી. રહે. જયોતી સિરામિકની ઓરડીમાં વાંકાનેર (૩) રોહીતભાઇ સોમાભાઇ ડાગરેચા /કોળી ઉ.વ .૨૭ ધંધો-મજુરી. રહે. નવાપરા વાસુકી દાદાના મંદીર પાસે વાંકાનેર 

(૪) બાબુભાઇ ભવાનભાઇ દેગામા /કોળી ઉ.વ. ૩૩ ધંધો-મજુરી રહે.જયોતી સિરામિકની ઓરડીમાં વાંકાનેર (પ) પ્રવિણભાઈ ધીરુભાઈ ડાંગરોસા /કોળી ઉ.વ.29 ધંધો-મજુરી. રહે. જયોતી સિરામિકની ઓરડીમાં વાંકાનેર (૬) અરજણભાઈ અમથુભાઈ ગેલડીયા /કોળી ઉ.વ. 45 જયોતી સિરામિકની ઓરડીમાં વાંકાનેર…..