જાણો કેટલા વાગ્યાની રદ ?
તમામ છ ડેમુ ટ્રેનો 12મી માર્ચ સુધી બંધ રહેશે
રાજકોટ: વાહનવ્યવહાર વ્યવસ્થા જાળવી રાખવા અને જનસુવિધાને ધ્યાનમાં રાખીને લેવાયો નિર્ણય. કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ મોરબીના અનુરોધ પર, મચ્છુ નદી પર આવેલ જૂના પાડાપુલના સમારકામની કામગીરી તથા નટરાજ ફાટક પાસે નિર્માણાધીન ઓવરબ્રિજના કાર્યને લીધે વાંકાનેર-મોરબી રેલખંડ પર ચાલતી 6 ડેમુ ટ્રેનોને અસ્થાયી રૂપે રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સમારકામની કામગીરી દરમિયાન માર્ગ પર વાહનોના ભારે ભારણ અને રેલ્વે ફાટક વારંવાર બંધ થવાને કારણે સામાન્ય જનતાને પડનારી સંભવિત મુશ્કેલીઓને ઘટાડવા તથા ટ્રાફિક વ્યવસ્થા સુચારૂ રાખવાના ઉદ્દેશ્યથી રેલ પ્રશાસન દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે.
જનહિતને ધ્યાનમાં રાખીને વાંકાનેર અને મોરબી વચ્ચે દોડતી 6 ડેમુ ટ્રેનોનું સંચાલન 27 ફેબ્રુઆરી થી 12 માર્ચ, 2026 સુધી અસ્થાયી રૂપે બંધ રહેશે. રદ કરાયેલી ટ્રેનોની વિગત નીચે મુજબ છે:
રદ કરાયેલી ડેમુ ટ્રેનોમાં 1) સવારે 11:10 મીનીટે ઉપડતી ટ્રેન સંખ્યા 79454 મોરબી-વાંકાનેર 2) બપોરે 12:10 મિનિટે ઉપડતી ટ્રેન સંખ્યા 79453 વાંકાનેર-મોરબી 3) બપોરે 13:50 મિનિટે ઉપડતી ટ્રેન સંખ્યા 79444 મોરબી-વાંકાનેર 4) સાંજે 5:00 વાગે ઉપડતી ટ્રેન સંખ્યા 79445 વાંકાનેર-મોરબી 5) સાંજે 18:50 મિનિટે ઉપડતી ટ્રેન સંખ્યા 79446 મોરબી-વાંકાનેર 6) ટ્રેન સંખ્યા સાંજે 7:00 વાગે ઉપડતી 79447 વાંકાનેર-મોરબી રેલ પ્રશાસન મુસાફરોને વિનંતી કરે છે કે 
તેઓ ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને પોતાની મુસાફરીનું આયોજન કરે. ટ્રેનોના સંચાલન સંબંધિત નવીનતમ માહિતી માટે મુસાફરો ભારતીય રેલવેની સત્તાવાર વેબસાઇટ www.enquiry.indianrail.gov.in પર જઈને માહિતી મેળવી શકે છે, જેથી કોઈપણ પ્રકારની અસુવિધાથી બચી શકાય…
