રાજકોટ/ જુનાગઢની જુગાર રમતી ત્રણ મહિલાનો સમાવેશ
વાંકાનેર તાલુકાના મેસરીયા ગામે આવેલ વાડીની ઓરડીમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે જુગારની રેડ કરી હતી ત્યારે ત્રણ મહિલા સહિત કુલ મળીને છ જુગારીઓ ત્યાંથી મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે જુગાર રમતા શખ્સો પાસેથી ૩૫૪૦૦ ની રોકડ કબજે કરી હતી અને તેની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના મેસરીયા ગામે રહેતા ગોપાલભાઈ છગનભાઈ રાઠોડના કબજા ભોગવટાવાળા ખેતરની ઓરડીમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે જુગાર રમતા ગોપાલભાઈ છગનભાઈ રાઠોડ રહે. મેસરીયા, રાજુભાઈ કરસનભાઈ ધોરીયા રહે. સરોડી તાલુકો થાન, લખમણભાઇ ધીરુભાઇ કુમખાણિયા રહે. રામપરા તાલુકો થાન, મધુબેન દિનેશભાઈ પંચાળા રહે. સોલવન્ટ કોઠારીયા નારાયણનગર રાજકોટ, ગીતાબેન મેરકુભાઈ ધાંધલ રહે. દોલતપરા ટાંકા પાસે જુનાગઢ અને ભાવનાબેન ઉર્ફે અંજલીબેન માધાભાઈ રાઠોડ રહે. દોલતપરા ટાંકા વાળી શેરી જુનાગઢ વાળા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તમામ જુગારીઓને પકડીને તેની પાસેથી રોકડા રૂપિયા ૩૫૪૦૦ કબજે કર્યા હતા અને તેની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.