છકડો રિક્ષાના ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા મહિલા સારવારમાં
વાંકાનેરની નર્સરી ચોકડીથી આગળના ભાગમાં થાન રોડ ઉપરથી યુવાન તેના પત્ની સાથે બાઈક ઉપર પસાર થઈ રહ્યો હતો ત્યારે છકડો રીક્ષાના ચાલકે અચાનક તેનો છકડો બાઈક બાજુ વાળી લીધો હતો,
જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં મહિલાને ઇજા થયેલ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઇને આવ્યા હતા અને આ બનાવ સંદર્ભે હાલમાં યુવાને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને કરિયાદ નોંધાવતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે
મૂળ હળવદના નવા દેવડીયા ગામના રહેવાસી અને મોરબીના જુના ઘૂટું રોડ ઉપર મેલડી માતાના મંદિર પાસે આવેલ સિલ્વર સોસાયટીમાં રહેતા અશોકભાઇ ચંદુભાઇ દેગામા (૨૪) એ નંબર પ્લેટ વગરની છકડો રીક્ષાના ચાલક સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે. જેમાં તેને જણાવ્યુ છે કે, નર્સરી ચોકડીથી આગળ થાન રોડ ઉપર ટેમપેડ કારખાના પાસેથી તેઓ પોતાનું બાઈક નંબર જીજે ૩૬ પી ૪૭૧૪ લઈને જઈ રહ્યા હતા
ત્યારે છકડો રીક્ષાના ચાલકે બેફિકરાઇથી પોતાના છકડો ચલાવીને બાઇક તરફ વાળી લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને ત્યારે કરિયાદી અને તેના પત્ની કુસુમબેનને ઇજા થયેલ હતી. જેમાં કુસુમબેનને છકડાનો સાઈડનો ભાગ વાગ્યો હતો, જેથી તેને વધુ ઇજા થયેલ હોવાથી તેઓને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ સંદર્ભે અકસ્માત સર્જીને છકડો લઇને નાશી ગયેલા છકડો રીક્ષાના ચાલક સામે યુવાને કરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.