વાંકાનેર કોર્ટ દ્વારા દાખલારૂપ ચુકાદો
વાંકાનેર: ગુજરાતમાં દારૂના સમાચાર વગરનો કોઈ દિવસ જોવા ન મળે, પિયાસી લોકો પણ પીધા પછી પકડાવવામાં શોભ કે ડર અનુભવતા નથી. મોટા ભાગના દારૂ પીવાના કેસમાં આરોપી નિર્દોષ છૂટી જતા હોય છે, ત્યારે નામદાર વાંકાનેર કોર્ટ દ્વારા આવા બનાવોમાં દાખલારૂપ ઉદાહરણ બેસાડતાં દારૂ પીવાના કેસમાં એક આરોપીને છ મહિનાની કેદની સજા સાથે રૂ. 1000 નો દંડ ફટકારતો હુકમ કર્યો છે.
મળેલી માહિતી મુજબ વર્ષ 2018માં વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતા સચિન રસિકભાઈ ગોહિલ નામનો શખ્સ દારૂ પી છાકટો બની તોફાન કરતો હોય, જેથી વાંકાનેર સીટી પોલીસ મથકના પોલીસ કર્મચારી આર. એચ. જાડેજાએ ફરિયાદી બની આરોપી સામે ફરિયાદ નોંધી હોય જે કેસ નામદાર વાંકાનેર જ્યુડીશ્યલ મેજિસ્ટ્રેટ એસ. કે. પટેલની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ એસ. બી. સોલંકીની ધારદાર દલીલો અને બ્લડ સેમ્પલમાં આવેલા આલ્કોહોલના પુરાવાને ધ્યાને લઈ આરોપી સચિન રસિકભાઈ ગોહિલને છ મહિનાની કેદની સજા તેમજ રૂ. 1000 નો દંડ ફટકારતો હુકમ કર્યો છે.
કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો