રૂ. ૭૩૭૦/- કબ્જે
વાંકાનેર: અહીં કુંભારપરા ભઠ્ઠી વિસ્તારમાં ખુલ્લા પટમાં તીન પતીનો જુગાર રમતા છ જણાને પોલીસ ખાતાએ રોકડા રૂ.૭૩૭૦/-સાથે પકડેલ છે….
જાણવા મળ્યા મુજબ વાંકાનેરમાં કુંભારપરા ભઠ્ઠી વિસ્તારમાં ખુલ્લા પટમાં (1) મુકેશભાઇ ભોગીલાલ શાહ (ઉ.59) રહે. જીનપરા આઈ.સી.આઈ.સી.આઈ બેંક વાળી શેરી (2) વિનોદગીરી જમનાગીરી ગૌસ્વામી (ઉ.70) રહે. જીનપરા ભાટીયા શેરી (3) રૈયાભાઈ મનજીભાઈ ડાભી (ઉ.67) રહે. જીનપરા શેરી નં ૧૨ (4) અતાહુશેન હાતીમભાઇ ત્રિવેદી (ઉ.50) રહે. વોરાવાડ શેરી નં-૦૪ 
(5) સતારભાઈ અબ્દુલભાઇ ભાડુલા (ઉ.52) રહે. ખાટકીવાસ બસ સ્ટેશન પાસે સુરેન્દ્રનગર અને (6) કેશુભાઇ પોપટભાઇ માલકીયા (ઉ.63) રહે. વીશીપરા સરધારકા રોડ વાંકાનેરના આરોપીઓએ ગેરકાયદેસર રીતે જાહેરમાં બેસી ગંજીપતાના પાના વતી પૈસાની લેતી દેતી કરી નસીબ આધારીત તીન પતીનો હારજીતનો જુગાર રમતા રોકડા રૂ.૭૩૭૦/-સાથે મળી આવતા ગુન્હો જુગાર ધારા કલમ-૧૨ મુજબ નોંધાયો છે…
કાર્યવાહી વાંકાનેર સીટી પો.સ્ટેના પો.કોન્સ દર્શીતભાઈ ગીરીશભાઈ વ્યાસ, પો.હેડ કોન્સ ધર્મેન્દ્રભાઇ અંબારામભાઈ વાધડીયા, વિરેન્દ્રસિંહ હરભમજી ઝાલા, વિશ્વરાજસિંહ પ્રવિણસિંહ ઝાલા, પો.કો ન્સ હિતેન્દ્રસિંહ મનુભાઝાલા તથા રાણીંગભાઈ નાજભાઈ ખવડ દ્વારા કરવામાં આવી હતી…
