વાંકાનેર: તાલુકાના રાતીદેવડી ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી તેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરતા સ્થળ ઉપરથી છ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા…
વાંકાનેર સીટી પોલીસની ટીમ પેટ્રોલિંગ હતી ત્યારે વાંકાનેરના રાતીદેવડી ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેથી જેના આધારે ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા પ્રવીણ બાબુભાઈ દંતેસરીયા (36), મહેશ રવજીભાઈ સનોરા (40), ખીમજી ભવનભાઈ વોરા (42), મેઘા વિરમભાઈ મુંધવા (28), જગદીશ નરસીભાઈ જાદવ (45) અને રણછોડ બાબુભાઈ દંતેસરિયા (28) રહે. બધા રાતીદેવડી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે 10,700 ની રોકડ સાથે તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે….