ટંકારા: એક શખ્સ પાસેથી ચાઇનીઝ દોરીની છ ફીરકી પકડાતા પોલીસ કાર્યવાહી થયેલ છે….
જાણવા મળ્યા મુજબ ટંકારામાં પોતાના કિસ્મત સીઝન સ્ટોલમાં અફજલભાઇ ઇબ્રાહીમભાઈ માડકીયા (ઉ.વ.૩૧) રહે. મઠવાળી શેરી ટંકારા વાળો પ્લાસ્ટીકના બાચકામાં કુલ નંગ-૦૬ ચાઇનીઝ દોરીની ગરેડી/ફીરકી એકની કી.રૂ. ૧૫૦ લેખે ગણી કુલ નંગ-૦૬ ની કિ.રૂ.
૯૦૦/- મ્હે. જી. મેજી. શ્રી મોરબીનાઓના જાહેરનામા હુકમ ક્રમાંક-જે/એમએજી/મક્રર સંક્રાતી/જા. નામુ/ ૨૬૧૨/ ૨૦૨૫ તા-૨૭/૧૨/૨૦૨૪ નો ભંગ કરી ચાઇનીઝ દોરીની ફીરકીઓ પોતાના કબ્જામાં વેંચાણ અર્થે રાખી મળી આવતા બી.એન.એસ. કલમ-૨૨૩ તથા જી.પી. એકટ
કલમ-૧૩૧ મુજબ ધોરણસર કાર્યવાહી ટંકારા અનાર્મ પોલીસ કોન્સટેબલ કૌશિકકુમાર રતિલાલ પેઢડીયા તથા આર્મ પો.હેડ.કોન્સ. દશરથસિંહ રણજીતસિંહ ચાવડા દ્વારા કરવામાં આવી છે….