મોરબી : મોરબી જિલ્લામાં દિવાળીના તહેવારો દરમિયાન જ તલાટી મંત્રીઓની બદલીઓનો ઘાણાવો કાઢવામાં આવ્યો છે. જેમાં મોરબી જિલ્લામાં 74 તલાટીઓની બદલી કરવામાં આવી છે. જેમાં ઘણા બધા તલાટીઓની માગણી મુજબ જ તેમની બદલી કરવામાં આવી છે. ત્યારે હવે બદલી પામેલા તલાટીઓની જગ્યાએ બીજા નવા તલાટીઓની નિમણૂક કરવામાં આવશે.
વાંકાનેર તાલુકામાં બદલી થયેલ મંત્રીઓની યાદી નીચે મુજબ છે.
વી.બી.ધરજીયા ભીમગુડા, બી.બી.ડાભી- માટેલ, એ.એચ.શેરસીયા વાલાસણ, ડી.જી.બારીઆ, પીપળીયારાજ, એમ.આર.જાડેજા, ગાંગીયાવદર, એ.કે.ગાંગાણી- મહિકા-1, એમ.વી.કુમરખાણીયા- ભલગામ, ઉપાસનાબા એન. ઝાલા ઘીયાવડ, આર.એ.પાલનપુરા જાલસીકા, જી.એચ.સાપરા જેપુર, રિધ્ધીબેન આર., રામાવત- રૂપાવટી, એમ.એસ.પરાસરા- કોઠારીયા, એન.ડી.વિઠલાપરા પાનેલી, આર.એમ.બાદી- પાંચ દ્વારકા, કે.આર.ઝાલા- વાઘરવા, સી.ડી.ભાનુસાળીની જોધપર (નદી) બદલી કરવામાં આવી છે.