કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

ફોન પર માથાકૂટ થતા યુવાને ઝેરી દવા પી લીધી

શેખરડી ગામે સોળ વર્ષીય સગીરાએ દવા પી લીધી

માટેલ રોડ પર ત્રીજા માળ જેટલી ઊંચાઈએથી મહિલા નીચે પટકાઈ

વાંકાનેર: તાલુકાના શેખરડી ગામે એક સગીર દીકરીએ દવા પી લીધી હતી, બીજા બનાવમાં માટેલ રોડ પર ત્રીજા માળ જેટલી ઊંચાઈએથી નીચે પટકાતા મહિલાને ઇજા થઇ હતી, હસનપર પાસે ગળાફાંસો ખાઈને મહિલાએ આપઘાત કરી લીધેલો, જેની પોલીસ તપાસ શરુ થઇ છે

જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના શેખરડી ગામે રહેતા પરિવારની કાજલ પરષોત્તમભાઈ સરવૈયા (ઉ.16) નામની સગીર દીકરીએ કોઈ કારણોસર દવા પી લેતા સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલે લઈ ગયા હતા. દવા પીવાનું કારણ જાણવા મળેલ નથી. વાંકાનેર પાસે આવેલ માટેલ રોડ સનત સીરામીક ખાતે ત્રીજા માળ જેટલી ઊંચાઈએથી નીચે પટકાતા લક્ષ્મીબેન અશોકભાઈ યાદવ નામના (ઉ.22) વર્ષીય મહિલાને મોરબી સિવિલ હોસ્પિટલે સારવાર માટે લઇ ગયા હતા.

વાંકાનેરમાં ગુરુ/શુક્ર જિલ્લા કક્ષાનો આયુષ મેળો

હસનપર નજીક આવેલ ફ્યુચર રિફેકટરીમાં રહેતા અક્ષયભાઈ ભુરાભાઈ દેવધાના પત્ની લલીતાબેન અક્ષયભાઈ દેવધા (ઉ.21)એ કારખાનાની સામેના ભાગમાં આવેલ અવાવરું જગ્યામાં કોઈપણ કારણોસર પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો, આ બનાવની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!