વિસેરા લઈને પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ
વાંકાનેર: તાલુકામાં આવેલા માટેલ રોડ ઉપર વીરપર ગામની સીમ વિસ્તારમાં આવેલ એડોરેશન સીરામીકના લેબર કવાટરમાં રહીને મજૂરી કામ કરતા આદિવાસી પરિવારની યુવતીને સામાન્ય બીમારી અને તાવની તકલીફ હોવાથી ત્યાં સારવાર લીધી હતી જોકે તેનું મોત નીપજતા મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી જણાવ્યા પ્રમાણે મોરબીના વાંકાનેર તાલુકામાં આવેલા માટેલ રોડ ઉપર વીરપર ગામની સીમમાં એડોરેશન સિરામિકના લેબર ક્વાર્ટરમાં રહીને ત્યાં મજૂરી કામ કરતા અને મૂળ મધ્યપ્રદેશના ઉજ્જૈન જિલ્લાના વતની આદિવાસી મજૂર પરિવારની સપનાબેન ઉર્ફે અનિતાબેન રામેશ્વરભાઇ મકવાણા નામની ૧૬ વર્ષીય સગીરાને સામાન્ય બીમારી અને તાવની તકલીફ હતી.

દરમિયાનમાં તેણીનું કોઈ કારણોસર મોત નીપજયુ હોવાથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.બનાવને પગલે મોરબી એ ડિવિઝન પોલીસ મથકના વી.કે.પટેલ દ્વારા પ્રાથમિક તપાસ કરીને

આ અંગે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.હાલ મોતનું ચોક્કસ કારણ જાણવા માટે મૃતકના વિસેરા લઈને પોલીસ દ્વારા આગળની વધુ તપાસ શરૂ કરવામાં આવી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.
લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી
લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ
