કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

જેપુર નજીક ઝડપાઇ વોડકા, વ્હીસ્કી ભરેલી સ્કોડા

પોલીસને જોઈ જતા બુટલેગર કાર મૂકી ઝાડીઓમાં અંધારામા ઓગળી ગયો

વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસે ગત મોડીરાત્રીના સમયે પેટ્રોલિંગ દરમિયાન ફિલ્મી ઢબે પીછો કરી જેપુર નજીકથી વિદેશી દારૂની 10 પેટી ભરેલી સ્કોડા કારને ઝડપી લઈ કાર સહિત રૂપિયા 3,92,300નો મુદામાલ કબ્જે કર્યો હતો. જો કે, કાર ચાલક બુટલેગર અંધારાનો લાભ લઈ ઝાડીમાં નાસી ગયો હતો. 

પ્રાપ્ત વિગતો મુજબ ગતરાત્રીના વાંકાનેર તાલુકા પોલીસ મથકની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન જેપુર ગામ નજીક જીજે – 21 – એમ – 5747 નંબરની કારનો ચાલક પોલીસને જોઈ જતા કારને રોડની સાઈડમાં ઉતારી નાસી ગયો હતો. જો કે વાંકાનેર પોલીસ ટીમે આ શંકાસ્પદ કારનો પીછો કરતા આગળ જતા સ્કોડા કાર નંબર જીજે – 21 – એમ – 5747નો ચાલક કારને રેઢી મૂકી નાસી ગયો હતો. પોલીસે કારની તલાસી લેતા મેજીક મોમેન્ટ ગ્રીન વોડકાની 5 પેટી અને મેકડોવેલ નંબર વન બ્રાન્ડ દારૂની પાંચ પેટી મળી કુલ વિદેશી દારૂની 120 બોટલ અને 3,50,000ની કિંમતની કાર મળી પોલીસે 3,92,300નો મુદામાલ કબ્જે કરી કાર રેઢી મૂકી નાસી ગયેલા બુટલેગર વિરુદ્ધ કાર નંબરના આધારે પ્રોહિબિશન એક્ટ અન્વયે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે. 

Content Copying Forbidden !!

error: Content is protected !!