કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

નિદ્રાધીન પોલીસને સફાળું જાગવું પડયું !

નકલી ટોલ પ્લાઝા: એફઆઈઆર નોંધાઈ

પોલીસ ફરિયાદી બની

નામ જોગ પાંચ આરોપી

તાલુકા પંચાયતના માજી પ્રમુખના પતિદેવ સામેલ
દોઢ દાયકાથી ચાલતા ગોરખધંધા પોલીસખાતાને હવે દેખાયા: કૌભાંડ ઉજાગર કરવામાં સોશિયલ મીડિયાની ભૂમિકા

વાંકાનેર: વઘાસીયા પાસે ચાલતા નકલી ટોલ પ્લાઝા અંગે આખરે પોલીસ ફરિયાદી બની એફઆઈઆર (એફઆઈઆર નં. 11189007231 તા: 4/12/2023) નોંધાઈ છે. જેમાં આરોપી તરીકે નીચે મુજબના નામો સામેલ છે.
(1) અમરશીભાઈ જેરામભાઈ પટેલ (ઓથોરાઈઝ વ્હાઈટ હાઉસ સીરામીક), (2) રવિરાજસિંહ વનરાજસિંહ ઝાલા, (3) હરવિજયસિંહ જયુભા ઝાલા, (4) ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા, (5) યુવરાજસિંહ બહાદુરસિંહ ઝાલા (રહે. તમામ વઘાસીયા), તા. વાંકાનેર (6) તેની સાથે અજાણ્યા માણસો

મા. યાર્ડ વાંકાનેર બજારભાવ 10-11-2023

એફઆઇઆરનો સારાંશ નીચે મુજબ છે.

ગુન્હો-આઇ.પી.સી.કલમ. ૩૮૪,૪૦૬,૪૨૦, ૫૦૬(૨),૩૪ મુજબ તે એવી રીતે કે આ કામના આરોપીઓ નં.(૧) થી (૫ ) નાઓએ તેમના મળતીયા માણસો સાથે સમાન ઇરાદો પર પાડવા સારૂ છેલ્લા કેટલાક સમયથી કોઇપણ જાતની સતા કે અધિકાર વગર પોતે બનાવેલ ગેરકાયદેસર રસ્તા ઉપરથી મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે ઉપર પસાર થતા વાહનોને બળજબરીથી લઇ જઇ આ વાહનોને ટોલ પ્લાઝા બાયપાસ કરાવી, ગેરકાયદેસર રીતે પોતે કોઇપણ જાતની સતા કે અધિકાર વગર કે કોઇપણ જાતની પંહોચ આપ્યા વગર પોતાની મરજી મુજબ ટોલ ઉઘરાવી આ રકમનો ઉપયોગ પોતાના અંગત લાભ ખાતર કરી, સરકાર દ્રારા સંચાલીત ટોલ કંપની તથા ખાનગી વાહનોના માલિકો સાથે છેતરપીંડી તથા વિશ્વસઘાત કરી તેમજ ટોલપ્લાઝાના કોઇ અધિકારી કે કર્મચારીઓ તેઓને રોકવા જાય તો તેઓને જાનથી મારી નાખવાની ધમકી આપી આ કેન્દ્ર સરકાર દ્રારા સંચાલીત ટોલપ્લાઝા ઉપર ટોલ ઉઘરાવવાની સતા ધરાવતી બામણબોર ટોલવેઝ પ્રા.લી. કંપનીને સતત આર્થિક નુકશાન કરી ગુનાહિત વિશ્વાસઘાત ઠગાઇ કરી ગુનો કર્યા બાબત.

હું યશપાલસિંહ ભવાનિસિંહ પરમાર અનાર્મ, પોલીસ હેડ કોન્સ્ટેબલ વાંકાનેર સીટી પો.સ્ટે .જી. મોરબી મો.નં. ૯૭૧૨૨ ૧૬૪૪૪
મારી શ્રી સરકાર તરફે ફરીયાદ હકીકત એવી છે કે અમારી ફરજમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન હદ/વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવણી કરવાની તેમજ સરકારી મિલ્કતો/સંપતીનુ જતન કરવાની તથા સરકારશ્રીના હિતોને આર્થિક નુકશાન ન થાય તે જોવાની અમારી પ્રાથમિક જવાબદારી છે.


આજરોજ અમોને ખાનગી રાહે તેમજ સોશીયલ મીડીયા મારફતે હકીકત જાણવા મળેલ કે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનની હદમા વઘાસીયા ટોલપ્લાઝા આવેલ છે જેનો કોન્ટ્રાકટ બામણબોર ટોલવેઝ પ્રા.લી.પાસે તા.૨૬/૦૪/ ૨૦૧૮ થી છે અને આ ટોલપ્લાઝાનો સીક્યુરીટીનો કોન્ટ્રાકટ ટી.બી.આર.ઈન્ફા હૈદરાબાદ પાસે તા.૦૮/૧૨/૨૦૨૧ થી છે. જે ટોલપ્લાઝા કેન્દ્ર સરકાર તરફથી કાર્યરત કરવામાં આવેલ છે, જેના નિયમો તથા ટોલની રકમ કેન્દ્ર સરકાર દ્રારા નકકી કરવામાં આવે છે, જે મુજબ હાલમાં આ વઘાસીયા ટોલપ્લાઝા ઉપર પસાર થતા ફોર વ્હીલ કારના રૂ. ૧૧૦/- તથા નાના ટ્રક-બસના રૂ.૩૮૦/-તેમજ મોટા વાહનોના રૂ.૫૯૫/-લેખે ટોલ લેવામાં આવે છે. અને તે મુજબ ટોલ વસુલ્યા અંગે પહોંચ આપવામા આવે છે.


જે ટોલપ્લાઝાની બાજુમા પુર્વ દિશાએ અમરશીભાઈ જેરામભાઇ પટેલ (મો.નં.૯૯૭૯૬ ૫૫૯૯૯) વાળાનુ વ્હાઇટ હાઉસ સીરામીકના નામથી ટાઇલ્સ બનાવવા માટેનુ કારખાનુ આવેલ છે, જે કારખાનુ આર્થિક મંદીના કારણે આશરે દોઢેક વર્ષથી બંધ થઇ ગયેલ હોય અને આ અમરશીભાઈને ઢુવા મુકામે બીજુ જેટ સિરામીક નામથી ટાઇલ્સ બનાવવા માટેનુ કારખાનુ આવેલ છે અને છેલ્લા કેટલાક સમયથી આ વ્હાઇટ હાઉસ સીરામીકના શેઠ અમરશીભાઇ જેરામભાઇ પટેલ તથા વઘાસીયા ગામના રવિરાજસિંહ વનરાજસિંહ ઝાલા તથા હરવિજયસિંહ જયુભા ઝાલા તથા તેના મળતીયા માણસોએ ભેગા મળી આ વ્હાઇટ હાઉસ સીરામીકમા મોરબી તરફની દિવાલમાં એક દરવાજો બનાવી તેમજ વાંકાનેર તરફની દિવાલમાં બીજો દરવાજો એવી રીતે બનાવેલ છે કે જેથી આ કેન્દ્ર સરકાર દ્રારા સંચાલીત વઘાસીયા ટોલનાકુ બાયપાસ થઈ જાય અને આ રીતે આ લોકો મોરબીથી વાંકાનેર તરફ જતા વાહનોને ટોલનાકાની જગ્યાએ તેમના વ્હાઇટ હાઉસ સીરામીકમાં પોતે બનાવેલ રસ્તા ઉપર બળજબરીથી લઇ જઇ આ લોકો પોતે પોતાની મરજી મુજબ ટોલપ્લાઝા દ્રારા નિયત કરેલ દર કરતા ઓછો ટોલ ઉઘરાવી આ વાહનોને વ્હાઇટ હાઉસ સીરામીકમાથી બાયપાસ કરાવી આ સરકાર દ્રારા સંચાલીત વઘાસીયા ટોલનાકા ઉપર ટોલ ઉઘરાવાની સતા ધરાવતી બામણબોર ટોલવેઝ પ્રા.લી.ને આર્થિક નુકશાન પહોચાડી આ ખાનગી લોકો કોઇપણ જાતના સતા/અધિકાર વગર ગેર કાયદેસર રીતે વાહનો પસાર કરાવી આર્થિક લાભ મેળવે છે.


તેમ જ ટોલપ્લાઝાની પશ્ચિમ દિશાએ નવા વઘાસીયા ગામ આવેલ છે. આ ગામ પહેલા વાંકાનેર તરફથી નવા વઘાસીયા ગામ વચ્ચેથી પસાર થઇ મોરબી તરફ જવા માટેની રેલ્વે લાઇન આવેલ છે જે રેલ્વે લાઇન ઉપર બે રેલ્વે ફાટકો આવેલ છે જેમા એક ફાટક ટોલનાકા પહેલા અને બીજુ ફાટક ટોલનાકા પછી આવે છે. જે ટોલનાકા પહેલા આવેલ ફાટકમાંથી નીકળી નવા વઘાસીયા ગામમાં થઇ બીજી ફાટકમાંથી નીકળતા આ વઘાસીયા ટોલપ્લાઝા બાયપાસ થઇ જાય છે. જેથી આ બંન્ને ફાટકોનો ઉપયોગ કરી નવા વઘાસીયા ગામના ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા તથા તેના ભાઇ યુવરાજસિંહ બહાદુરસિંહ ઝાલાનાઓ તથા તેમના મળતીયા માણસો દ્વારા વાંકાનેર તરફથી આવતા વાહનોને ટોલપ્લાઝા ૫હેલાથી બળજબરીથી પહેલા ફાટકથી પસાર કરાવી નવા વઘાસીયા ગામમા થઇ બીજા ફાટકથી બહાર કઢાવી આ ટોલ પ્લાઝાને બાયપાસ કરાવામાં આવે છે. અને આ માટે તેઓ દ્રારા પોતાની મરજી મુજબ ટોલપ્લાઝા દ્રારા નિયત કરેલ દર કરતા ઓછો ટોલ ઉઘરાવી આ વાહનોને નવા વઘાસીયા ગામમાથી બાયપાસ કરાવી આ સરકાર દ્રારા સંચાલીત વઘાસીયા ટોલનાકા ઉપર ટોલ ઉઘરાવાની સતા ધરાવતી બામણબોર ટોલવેઝ પ્રા. લી. ને આર્થિક નુકશાન પહોચાડી આ ખાનગી લોકો કોઇપણ જાતના સતા/અધિકાર વગર ગેર કાયદેસર રીતે આર્થિક લાભ મેળવે છે.


આમ, ઉપરોકત તમામ ઇસમો તથા તેમના મળતીયા માણસો દ્રારા પોતાનો સમાન ઇરાદો પર પાડવા સારૂ છેલ્લા કેટલાક સમયથી કોઇપણ જાતની સતા કે અધિકાર વગર પોતે બનાવેલ ગેરકાયદેસર રસ્તા ઉપરથી મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે ઉપર પસાર થતા વાહનોને બળજબરીથી લઇ જઇ આ વાહનોને ટોલ પ્લાઝા બાયપાસ કરાવી, ગેર કાયદેસર રીતે પોતે કોઇપણ જાતની સતા કે અધિકાર વગર કે કોઇપણ જાતની પહોચ આપ્યા વગર પોતાની મરજી મુજબ ટોલ ઉઘરાવી આ રકમનો ઉપયોગ પોતાના અંગત લાભ ખાતર કરી, સરકાર દ્રારા સંચાલીત ટોલ કંપની તથા ખાનગી વાહનોના માલિકો સાથે છેતરપીંડી તથા વિશ્વાસઘાત કરી તેમજ ટોલપ્લાઝાના કોઇ અધિકારી કે કર્મચારીઓ તેઓને રોકવા જાય તો તેઓને જાનથી મારી નાખવાની ધમકી આપી આ કેન્દ્ર સરકાર દ્રારા સંચાલીત ટોલપ્લાઝા ઉપર ટોલ ઉઘરાવવાની સતા ધરાવતી બામણબોર ટોલવેઝ પ્રા.લી. કંપનીને સતત આર્થિક નુકશાન પંહોચાડતા હોય, જેથી ઉપરોક્ત તમામ ઇસમો વિરૂધ્ધ ધોરણસર થવા મારી ફરીયાદ છે.

મારા સાહેદો વઘાસીયા ટોલપ્લાઝાના મેનેજર તથા અધિકારી/કર્મચારીઓ તેમજ સિક્યુરીટી વાળાઓ તે મજ તપાસમા ખુલ્લે તેઓ વિગેરે છે.

કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો

 

Content Copying Forbidden !!

error: Content is protected !!