કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

સ્માર્ટ પ્રીપેડ વીજળી મીટર ફરજીયાત નહીં

સ્માર્ટ પ્રીપેડ વીજળી મીટર ફરજીયાત નહીં

લોકસભામાં ઉર્જા મંત્રીની જાહેરાત

ગ્રાહકોને પ્રીપેડ સ્માર્ટ મીટર અપનાવવા માટે મજબૂર કરવામાં આવશે નહીં

કેન્દ્રિય ઉર્જા મંત્રીની સ્પષ્ટતા કેન્દ્રીય ઉર્જા મંત્રી મનોહર લાલ ખટ્ટરે કહ્યું કે પ્રીપેડ સ્માર્ટ ઈલેક્ટ્રિક મીટર બધા ઉપભોક્તાઓ માટે ફરજીયાત નથી લાંબા સમયથી દેશના ઘણા રાજ્યોમાં સ્માર્ટ પ્રી-પેડ વીજળી મીટરને લઈને હંગામો થઈ રહ્યો છે. લોકોનું કહેવું છે કે સ્માર્ટ મીટર સરકાર થોપી રહી છે.
ઘણા લોકોએ દાવો કર્યો કે સ્માર્ટ મીટર લગાવ્યા બાદ તેનું બિલ વધુ આવી રહ્યું છે. હવે સરકારે સ્માર્ટ વીજળી મીટરના યુઝર્સને મોટી રાહત આપી છે. દેશભરમાં સ્માર્ટ વીજળી મીટરને લઈને ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે કેન્દ્ર સરકારે મોટું સ્પષ્ટીકરણ આપ્યું છે. કેન્દ્રીય ઉર્જા મંત્રી મનોહર લાલ ખટ્ટરે લોકસભામાં કહ્યુ કે પ્રીપેડ સ્માર્ટ ઈલેક્ટ્રિક મીટર બધા ગ્રાહકો માટે ફરજીયાત નથી.
લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન પૂરક સવાલોનો જવાબ આપતા તેમણે આ જાણકારી આપી, જેમાં સામાન્ય ઉપભોક્તાઓને મોટી રાહત મળી છે. તાજેતરમાં તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે સરકાર બધા ઘરોમાં પ્રીપેડ સ્માર્ટ મીટર લગાવવું ફરજીયાત કરી શકે છે.
કેન્દ્રીય ઉર્જા મંત્રી મનોહર લાલ ખટ્ટરે સ્પષ્ટ કરી દીધું કે ગ્રાહકોને પ્રીપેડ સ્માર્ટ મીટર અપનાવવા માટે મજબૂર કરવામાં આવશે નહીં. આ સંપૂર્ણ રીતે વૈકલ્પિક છે અને ગ્રાહકો પોતાની સુવિધા અનુસાર પસંદગી કરી શકે છે. તેમણે તે પણ જણાવ્યું કે સ્માર્ટ મીટર અપનાવવાથી ગ્રાહકો, રાજ્યો અને વીજળી વિતરણ કંપનીઓ બધાને ફાયદો થઈ શકે છે. સરકાર અનુસાર પ્રીપેડ સ્માર્ટ મીટર વીજળી ઉપભોગને વધુ પારદર્શી અને નિયંત્રિત બનાવે છે. તેનાથી ગ્રાહકો પહેલાથી રિચાર્જ કરી વીજળીનો ઉપયોગ કરી શકે છે, જેનાથી બિનજરૂરી ખર્ચ પર નિયંત્રણ રહે છે. આ સિવાય બિલિંગમાં ગડબડીની સંભાવના ઓછી રહે છે અને રિયલ ટાઇમમાં વીજળી વપરાશની જાણકારી મળે છે. વીજળી કંપનીઓ માટે પણ આ સિસ્ટમ ફાયદાકારક છે, કારણ કે તેનાથી બાકી બિલની સમસ્યા ઓછી થાય છે અને રેવેન્યુમાં સુધાર થાય છે.
સ્માર્ટ મીટરને લઈને ગુજરાતના અનેક શહેરોમાં વિરોધ થઈ ચૂક્યો છે. લોકોએ સ્માર્ટ મીટર બાદ લાઈટ બિલ વધુ આવવાના આરોપ લગાવ્યા હતા. આ સિવાય વીજ કંપનીઓ સામે લોકોએ વિરોધ પ્રદર્શન પણ કર્યાં હતા. વડોદરા જેવા શહેરોમાં પણ સ્માર્ટ મીટરના મુદ્દે બબાલ જાેવા મળી હતી. તેવામાં કેન્દ્ર સરકારનો આ ર્નિણય લોકોને રાહત અપાવી શકે છે.
આ જાહેરાત બાદ હવે તે સ્પષ્ટ થઈ ગયું છે કે ગ્રાહકોની પાસે વિકલ્પ રહેશે. ગ્રાહકો ઈચ્છે તો પરંપરાગત મીટરનો ઉપયોગ યથાવત રાખી શકે છે કે પછી સ્માર્ટ મીટર અપનાવી શકે છે. આ ર્નિણય ગ્રાહકોની જરૂરિયાત, બજેટ અને સુવિધા પર ર્નિભર કરશે.

Content Copying Forbidden !!

error: Content is protected !!