કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

SMC ના DYSP શ્રી કામરીયાને SP નું પ્રમોશન

રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ મેળવનાર હડમતિયાના વતની છે

મૂળ મોરબી જિલ્લાના અને હાલ સ્ટેટ મોનિટરિંગ સેલના ડીવાયએસપી તરીકે ફરજ બજાવતા કે. ટી. કામરીયાને ગઈ કાલે એમના જન્મદિવસે જ એસપીનું પ્રમોશન મળ્યું છે. પોલીસ વિભાગ દ્વારા રાજ્યના કુલ 17 ડીવાયએસપીને એસપીના પ્રમોશન આપવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે

શ્રી કે.ટી.કામરિયા મોરબી જિલ્લાના હડમતિયા (પાલણપીર) ગામના વતની છે. 1993માં પીએસઆઈ તરીકે પોલીસ બેડામાં જોડાયા બાદ તેમણે પ્રશંસનીય કામગીરી કરી હતી. આ પછી પીઆઈ તરીકેનું પ્રમોશન મળ્યા બાદ તેમને એસીબીની જવાબદારી સોંપાઈ હતી જ્યાં તેઓ 2008થી 2017 સુધી કાર્યરત રહ્યા હતા. આ પછી તેમને ડીવાયએસપીનું પ્રમોશન પ્રાપ્ત થયા બાદ તેમની નિમણૂક સ્ટેટ મોનિટરિંગ સેલ જેવા પોલીસના અત્યંત મહત્ત્વના વિભાગમાં થઈ હતી જ્યાં તેઓ હાલ કાર્યરત છે. ડીવાયએસપી કે.ટી.કામરિયાની ઉમદા કામગીરી બદલ તેમને 2014 તેમજ 2020માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ પણ મળી ચૂક્યો છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!