ગરબામાં અને વકતૃત્વમાં તૃતીય તથા લગ્નગીતમાં દ્વિતીય નંબર મેળવ્યો
વાંકાનેર: રમતગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ તથા કમિશ્નરશ્રી, યુવા સેવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર આયોજિત જિલ્લા યુવા વિકાસ અધિકારી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી મોરબી સંચાલિત જિલ્લા કક્ષા કલા મહાકુંભ 2025/26 સ્પર્ધાનું આયોજન નવયુગ શૈક્ષણિક સંકુલ વિરપર, ટંકારા – મોરબી મુકામે તારીખ 24/08/2025 ના રોજ થયેલું. જેમાં મોરબી જિલ્લાના દરેક

તાલુકામાંથી વિજેતા થયેલ શાળાના સ્પર્ધકો – કલાકારોએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો જેમાં વકતૃત્વ,ગઝલ શાયરી, ચિત્ર, સર્જનાત્મક કારીગરી, ગરબા, રાસ, દુહા, છંદ ચોપાઈ, લગ્નગીત, સમૂહ ગીત, સુગમ સંગીત, કથ્થક નૃત્ય જેવી અનેકવિધ કળાની સ્પર્ધા યોજાઈ હતી. જેમાં વાંકાનેર તાલુકામાંથી એસ એમ પી હાઈસ્કૂલ સિંધાવદરની બહેનોએ ઉત્કૃષ્ઠ દેખાવ કરીને ગરબામાં તૃતીય નંબર

મેળવ્યો હતો અને વકતૃત્વમાં વકાલીયા સુરમીનબાનું ગુલાબભાઈ એ તૃતીય નંબર, લગ્નગીતમાં કડીવાર મહેક નિઝામુદ્દીને દ્વિતીય નંબર મેળવીને શાળા તેમજ સમગ્ર વાંકાનેરના ગૌરવ વધાર્યું છે. વિજેતા થનાર બહેનોને મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસ, બી.એસ.નાકિયા સાહેબે પોતાના હાથે પ્રમાણપત્રો આપીને અભિનંદન પાઠવ્યા હતા. તથા શાળા મંડળના પ્રમુખ એસ.કે.પીરઝાદા, શાળા ના આચાર્ય એ. એ.બાદી સાહેબ તથા શિક્ષકગણે અભિનંદન આપી શુભેચ્છાઓ પાઠવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે એસ એમ પી હાઈસ્કૂલ સિંધાવદર સરકારી ગ્રાન્ટેડ શાળા છે જે દર વર્ષે ધોરણ 10 અને 12 મા પણ ઉંચ પરિણામ ની સાથે સાથે રમતગમત માં નેશનલ કક્ષા સુધી ગુજરાત રાજ્યનું અનેક વખત પ્રતિનિધિત્વ કરી ચૂકી છે અને સાથે સાથે કલામાં પણ વિધાર્થીઓ સમગ્ર વિસ્તારનું નામ રોશન કરી રહ્યા છે.

