કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

અમરાપરામાં ઝડપાયેલ તસ્‍કરોની મોરબી જિલ્લામાં ચોરી કર્યાની કબૂલાત

લુણસરમાંથી ટૂંકા ગાળામાં 6 અને આજુબાજુના વિસ્તારમાંથી પણ ભેંસોની ચોરી થયેલી છે

પરમ દિવસે ગાય અને ભેંસોના વાડા નજીક ઉભેલા ભરવાડ ઉપર સળગતી બોટલો ફેંકાઈ હતી, એના તાર આ તસ્કરોને અડે છે કે કેમ? પોલીસ ખાતાએ તપાસ કરવાની જરૂર છે

એલ.સી.બી.ટીમ દ્વારા ચોકકસ માહિતી મેળવી વાહન ચોરીઓ તથા ઘેટા બકરાઓની ચોરી કરનાર ગેંગના સભ્‍યોને સાવરકુડલા તાલુકાના વિજપડી ગામેથી ઝડપી લઇ વાહન, મોબાઇલ સહિતનો મુદામાલ કબ્‍જે કરી અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ, મોરબી જિલ્લાઓમાં થયેલ ર૪ ચોરીઓનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવેલ છે.

વાહન પકડાવવા બાબતમાં રાજાવડલાના શખા પર હુમલો
પકડાયેલ આરોપી (૧) અક્ષય કાજાભાઇ ઉર્ફે જહમતભાઇ વાઘેલા ઉ.વ.રપ રહે. સનાળા, તા. વડીયા (ર) રામકુભાઇ કાજાભાઇ ઉર્ફે જહેમતભાઇ વાઘેલા ઉ.વ.રર રહે. સનાળા, તા. વડીયા (૩) સુનીલ કાજાભાઇ ઉર્ફે કાદુભાઇ ચારોલીયા ઉ.વ.ર૩ રહે. લાઠી, દુધાળા ગામ જવાના રસ્‍તે તા. લાઠી (૪) ધીરૂભાઇ કેશુભાઇ વાઘેલા ઉ.વ.પ૦ રહે. ચુંપણી પાવર હાઉસ સામે તા. હળવદ પાસેથી મુદામાલ (૧) એક સિલ્‍વરનુ કલરનું સ્‍પેલેન્‍ડર મોટર સાયકલ (ર) એક એન્‍ડ્રોઇડ મોબાઇલ (૩) એક હીરો કંપનીનું સ્‍પેલન્‍ડર પ્‍લસ મોટર સાયકલ (૪) એક વીવો કંપનીનો એન્‍ડ્રોઇડ મોબાઇલ (પ) એક સીલ્‍વર કલરનો ઓપો કંપનીનો એન્‍ડ્રોઇડ મોબાઇલ (૬) એક મહીન્‍દ્રા એન્‍ડ મહીન્‍દ્રા કંપનીની બોલેરો મેકસએકસ પીકઅપ નંબર પ્‍લેટ વગરની (૭) રોકડા રૂા.૩૦૦૦ મળી કુલ કિ. રૂા.પ,૭૮,ર૦૦નો મુદામાલ મળ્‍યો છે. પકડાયેલ ઇસમોની સઘન પુછપરછ કરતા તેના સાગરીતો સાથે મળી અનેક ગુનાઓ કરેલ હોવાની કબુલાત આપેલ છે.

પકડાયેલ તસ્કરોમાં એક હળવદ તાલુકાના ચુંપણી ગામનો રહીશ છે. લુણસરમાંથી ત્રણેક માસ પહેલા બે ભેંસોની ચોરી થયાની ફરિયાદ થયેલી છે. ત્યારે સીસીટીવીમાં નંબર વગરનું વાહન દેખાયેલ હતું. આજુબાજુમાં ઢોર ચોરીના બનાવો બનેલા છે, ત્યારે વાંકાનેર પોલીસ ખાતાએ અમરેલી જિલ્લામાં પકડાયેલ આ તસ્કરોનો ટ્રાન્સફર વોરન્ટથી કબ્જો મેળવી કડક પૂછપરછ કરે, એવી લોકલાગણી છે.

પરમ દિવસે જ અમરનાથ સોસાયટીમાં ગેલાભાઇ ભરવાડ ઉપર નજીકમાં બાંધેલી ગાય અને ભેંસોના વાડામાં ચક્કર મારી ઉભા હતા, ત્યારે રાતના કાચની સળગતી બોટલો ફેંકાઈ હતી. વાડામાં બાંધેલી ભેંસો ચોરવા આવેલા હોય પણ ગેલાભાઇની હાજરીના કારણે એ નહીં કરી શકતા બોટલો ફેંકી ભાગી ગયા હોય, એ દિશામાં પણ પોલીસ ખાતાએ તપાસ કરવાની જરૂર છે.
ઉલ્લેખનીય છે કે તસ્કરો પાસેથી મોટર સાયકલ અને નંબર પ્લેટ વગરની બોલેરો મેકસએકસ પકડાઈ છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!