પોલીસ સ્ટેશનેથી
વાંકાનેર: એસ.ઓ.જી. મોરબીના સ્ટાફને મળેલ બાતમીના આધારે દરોડો પાડતા એક મહિલાને ગાંજાના જથ્થા સાથે ઝડપી પડેલ છે
આ કેસની હકીકત એવી છે કે પોતાના કબ્જા ભોગવટા વાળી માટેલ ગામની સરકડીયા સીમ એડીકોન પેપરમિલની બાજુમાં આવેલ
ખરાબાની રહેણાંક ઓરડીમાં કોઇ પણ જાતના પાસ પરમીટ કે આધાર પુરાવા વગર વનસ્પતી જન્ય માદક પદાર્થ ગાંજો જેનુ ચોખ્ખુ વજન
૧ કિલો ૫૬૪ ગ્રામ કી.રૂ. ૧૫,૬૪૦/- નો વેચાણ કરવાના ઈરાદે રાખી રેઇડ દરમિયાન મુદ્દામાલ સાથે વસનબેન કરમશીભાઈ ઉર્ફે કલાભાઈ ભગવાનભાઈ સારલા રહે. માટેલ સામે કાયદેસર કાર્યવાહી શરુ કરેલ છે.
આ કાર્યવાહીમાં વિડીઓગ્રાફી માટે સાગરભાઈ ઘોઘજીભાઈ ઝીંઝવાડિયા રહે. બહુચર પાનની પાસે માટેલવાળાને બોલાવાયેલ હતા.
નવા ઢુવાના નાનજી મયાભાઈ ગમારાના વજનકાંટાએ ગાંજાનું વજન કરાયેલ. રેડની જગ્યાનું વેરિફેકેશન માટેલ ગામના મંત્રીએ કરી ખરાબો હોવાનું જણાવેલ.
સમગ્ર કાર્યવાહીમાં પોલીસ સબ ઇન્સપેક્ટર એસ.ઓ.જી.મોરબી આર.કેસરીયા તથા એસ.ઓ.જી.સ્ટાફના એ.એસ.આઈ. પૈકી ફારૂકભાઈ યાકુબભાઇ પટેલ, કિશોરદાન ગંભીરદાન ગઢવી,
પો.હેડ કોન્સ. પૈકી જુવાનસિંહ ભરતસિંહ રાણા, મુકેશભાઈ વાલજીભાઇ જોગરાજીયા, પો.કો ન્સ. પૈકી આશીફભાઈ રહીમભાઈ ચાણકીયા, સરકારી વાહનના ડ્રા.પો.કોન્સ. અશ્વિનભાઈ વીરાભાઇ લોખીલ જોડાયેલ હતા
પોલીસ સ્ટેશનેથી
દારૂ સાથે:
પલાંસડીના રાહુલ રઘુભાઇ પીપળીયા અને કોઠી ગામના બોર્ડ પાસે કેજીએન હોટલ પાછળ રહેતા બેનરજીબેન ઉર્ફે બેબી રફીક ફિરોઝભાઈ રાઠોડ દેશી દારૂ સાથે પકડાયા
પોલીસે નશો ઉતાર્યો:
કુંભારપરા રામાપીરના મંદિર પાસે રહેતા બાબુ કાળુભાઇ સાગઠીયા અને આરોગ્યાનગર શેરી નં 9 માં રહેતા ગોવિંદ ભીમાભાઇ રીબડીયા પીધેલ પકડાયા
ટ્રાફિક નિયમના ભંગ:
ઢુવા ચોકડી પાસેથી મહેબુબશા મલુકશા શાહમદાર (રહે. મોરબી રબારીવાસ વજેપર મેઈન રોડ શેરી નં 1 ) અને ગાયત્રી મંદિર વૃદ્ધાશ્રમ પાસે રહેતા મોસીનશા જુસબશા રાઠોડ સામે ટ્રાફિક નિયમના ભંગ સબબ કાર્યવાહી