પ્રોજેક્ટમાં ભાગ લેનાર 45 વિધાર્થીઓમાં સોહીલખાન પઠાણનો પ્રસંશનિય દેખાવ
વાંકાનેર: તાજેતરમાં જ રાજકોટ ખાતે ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજ ખાતે પ્રોજેક્ટમા 45 વિધાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં પ્રતાપગઢના સોહીલખાનનો પ્રસંશનિય દેખાવ રહ્યો હતો.
એન્જિનિયરિંગમાં છેલ્લા પ્રોજેક્ટમાં પ્રથમ ગ્રુપમા દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી મુસ્લિમ પઠાણ સોહિલખાન અયુબખાન નાના એવા પ્રતાપગઢમાં નાની ઉંમરમાં મોટો પ્રકાશ આપ્યો છે, જેની જાણવા મળતી વિગત એવી છે કે ઈલેક્ટ્રીક એન્જિનિયરિંગ માં કુલ 15 ગ્રુપના વિધાર્થીઓએ નવા નવા પ્રોજેક્ટ બનાવ્યા હતા.
જેમાં એક ગ્રુપમાં ત્રણ વિધાર્થીઓ એમ કુલ 45 વિધાર્થીઓએ આ પ્રોજેક્ટમાં ભાગ લીધો હતો. જેમાં પ્રથમ ગ્રુપના દ્વિતીય સ્થાને વાંકાનેર તાલુકાના પ્રતાપગઢના સોહિલખાન અયુબખાન પઠાણ સ્થાન પ્રાપ્ત કરી નાના એવા પ્રતાપગઢ અને સમાજનું ગૌરવ વધાર્યું છે, જેને સારા પ્રોજેક્ટ અંતર્ગત શિલ્ડ સર્ટી. સાથે સન્માનિત કરવામાં આવેલ ,જેથી સમગ્ર ગામજનો અને સમગ્ર મુસ્લિમ સમાજ સગાસંબંધી સહિત પ્રતિષ્ઠ વ્યક્તિઓ શુભેચ્છા અભિનંદન પાઠવી રહ્યા છે.