જામનગર-વડોદરા ઇન્ટરસિટી રદની તારીખો જાણો
અમદાવાદ-વિરમગામ સેક્શન પર ઓટોમેટિક સિગ્નલિંગ કામગીરી ચાલી રહી છે
રાજકોટ: અમદાવાદ ડિવિઝનના અમદાવાદ-વિરમગામ સેક્શનમાં આવેલ સાબરમતી એ કેબિન (SBTA) અને સાબરમતી (SBTE) સ્ટેશનો વચ્ચે ઓટોમેટિક સિગ્નલિંગ સિસ્ટમના કમિશનિંગ કામ માટે બ્લોક લેવામાં આવશે. આ બ્લોકને કારણે રાજકોટ ડિવિઝન પરથી પસાર થતી કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે. પ્રભાવિત થનારી ટ્રેનોની વિગતો નીચે મુજબ છેઃ
રદ કરવામાં આવેલી ટ્રેનોમાં ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ તારીખ 27.01.2026 અને 28.01.2026ના રોજ રદ રહેશે. +ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ તારીખ 26.01.2026 અને 27.01.2026ના રોજ રદ રહેશે.
આંશિક રીતે રદ કરવામાં આવેલી ટ્રેનોમાં ટ્રેન નંબર 22926 ઓખા-અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ તારીખ 27.01.2026ના રોજ સાબરમતી-અમદાવાદ વચ્ચે એક ટ્રિપ માટે આંશિક રીતે રદ રહેશે.
આ ટ્રેન તેના નિર્ધારિત રૂટ વાયા વિરમગામ-સાણંદ-સાબરમતી-અમદાવાદને બદલે પરિવર્તિત માર્ગ વાયા વિરમગામ-કટોસણ રોડ-કલોલ-સાબરમતી માર્ગ પરથી દોડશે. આ દરમિયાન આ ટ્રેનને સાણંદ અને સાબરમતી જંકશન પર સ્ટોપેજ આપવામાં આવશે નહીં અને સાબરમતી બીજી (બ્રોડ ગેજ) સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવશે.
આ ટ્રેન સાબરમતી જંકશનને બદલે સાબરમતી (બીજી) સ્ટેશન પર યાત્રા પૂર્ણ કરશે.રેલવે મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને પોતાની મુસાફરી શરૂ કરે અને ટ્રેનોના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સની જાણકારી મેળવવા માટે www.enquiry.indianrail.gov.in પર તપાસ કરે જેથી કોઈપણ પ્રકારની અસુવિધા ન થાય.
