કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

8 ડિસેમ્બરની ઓખા-જયપુર ટ્રેન અજમેર સુધી જ જશે

રાજકોટ ડિવિઝનની કેટલીક ટ્રેનો 35 દિવસ પ્રભાવિત

અજમેર જવા ઇચ્છતા ખાસ વાંચે

વાંકાનેર: ઉત્તર પશ્ચિમ રેલવેના ગાંધીનગર-જયપુર સ્ટેશનના પુનર્વિકાસ અને મોટા પાયે આધુનિકીકરણના કાર્યને ધ્યાનમાં રાખીને, 9 નવેમ્બરથી 13 ડિસેમ્બર, 2025 સુધી 35 દિવસનો બ્લોક લેવામાં આવ્યો છે. જેના કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે. પ્રભાવિત થનારી ટ્રેનોની વિગતો નીચે મુજબ છે….

આંશિક રીતે રદ થનારી ટ્રેનો
1) 8 ડિસેમ્બર, 2025ના રોજ ઓખાથી યાત્રા શરૂ કરનારી ટ્રેન સંખ્યા 20951 ઓખા-જયપુર એક્સપ્રેસ અજમેર સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે. તેથી, આ ટ્રેન અજમેર અને જયપુર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
2) આ જ રીતે, 9 ડિસેમ્બર, 2025ના રોજ જયપુરથી યાત્રા શરૂ કરનારી ટ્રેન સંખ્યા 20952 જયપુર-ઓખા એક્સપ્રેસ અજમેર સ્ટેશનથી શોર્ટ ઓરિજિનેટ થશે. તેથી આ ટ્રેન જયપુર અને અજમેર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

પરિવર્તિત માર્ગથી દોડનારી ટ્રેનો
1) 13 નવેમ્બર, 2025થી 12 ડિસેમ્બર, 2025 સુધી પોરબંદરથી ઉપાડનારી ટ્રેન સંખ્યા 19269 પોરબંદર-મુઝફ્ફરપુર એક્સપ્રેસ પરિવર્તિત માર્ગે વાયા ફૂલેરા-રીંગસ-રેવાડી સ્ટેશનોના રસ્તે ચલાવવામાં આવશે અને આ ટ્રેન રીંગસ, નીમ કા થાના અને નારનૌલ સ્ટેશનો પર ઊભી રહેશે.
2) 09 ડિસેમ્બર, 2025 સુધી પોરબંદરથી ઉપાડનારી ટ્રેન સંખ્યા 20937 પોરબંદર-દિલ્હી સરાય રોહિલ્લા એક્સપ્રેસ પરિવર્તિત માર્ગે વાયા ફૂલેરા-રીંગસ-રેવાડી સ્ટેશનોના રસ્તે ચલાવવામાં આવશે અને આ ટ્રેન રીંગસ, નીમ કા થાના અને નારનૌલ સ્ટેશનો પર ઊભી રહેશે.
3) 24 નવેમ્બર, 2025થી 8 ડિસેમ્બર, 2025 સુધી દિલ્હી સરાય રોહિલ્લાથી ઉપાડનારી ટ્રેન સંખ્યા 20938 દિલ્હી સરાય રોહિલ્લા-પોરબંદર એક્સપ્રેસ પરિવર્તિત માર્ગે વાયા રેવાડી-રીંગસ-ફૂલેરા સ્ટેશનોના રસ્તે ચલાવવામાં આવશે અને આ ટ્રેન નારનૌલ, નીમ કા થાના અને રીંગસ સ્ટેશનો પર ઊભી રહેશે…

Content Copying Forbidden !!

error: Content is protected !!