વાંકાનેર: તાલુકાના ઠીકરીયાળી ગામે રહેતા ભરતભાઈ વીરાભાઈ સોનારાએ રંગપર ગામની સીમમાં આવેલ
એકયુવીટ પ્લાસ્ટ નામના કારખાના સામે ખરાબામાં બેલા અને સીમેન્ટના પતરા મુકી પાન માવાની દુકાન બનાવેલ હતી
અને જે દુકાન લાંબા સમયથી પડતર હોય અને દુકાનમાં લાકડા ઘોડા તથા અન્ય સરસામાન પડેલ હોય જે સામાનની જરૂરીયાત ઉભી થતા
દુકાનમાં પોતે લગાડેલ તાળુ મારેલ ન હોય તેની જાણ બહાર કોઇએ બીજુ તાળુ મારેલ હતું, જેથી આજુબાજુમાં પુછતા કોણે તાળું મારેલ છે
તે માલુમ નહી પડતા પોતે તાડુ તોડી શટ્ટર ખોલી જોતા દુકાન અંદર પુઠાના ખાખી કલરના બોકસમાં ઇંગ્લીશ દારૂની કાચની બોટલો હતી,
આથી એમણે વાંકાનેર પોલીસ ખાતાને આ બાબતની ફોન કરી જાણ કરેલ હતી. પોલીસ ખાતાએ રૂબરૂ જઈ પંચનામુ કરી
પુઠ્ઠાના બોક્સમાં 564 ઇંગ્લીશ દારૂ બોટલો મળી આવી છે અને 2,13,900 નો મુદામાલ કબ્જે કરેલ છે.
ટ્રાફિક નિયમના ભંગ:
(1) કોઠીનાં ભોજાભાઈ કમાભાઈ સરૈયા (2) જીનપરા શેરી નં 12 માં રહેતા સુનિલ રમેશભાઈ રાણેવાડિયા (3) નવાપરા પુલના છેડે દેવીપુજકવાસમાં રહેતા વીમલ વીરાભાઇ કુંઢીયા (4) ગારીડાના જીગ્નેશ રામભાઈ મઢવી (5) જુના જાંબુડિયાના મનુ ખેતાભાઈ મુંધવા અને (6) દિગ્વિજયનગરના કુલદીપ સુરેશભાઈ કુબાવત સામે ટ્રાફિક નિયમના ભંગ સબબ કાર્યવાહી…