કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

સિંધાવદર પાસે નદીમાં કોઈએ કેમિકલ ઠાલવ્યું

પ્રદુષણ બોર્ડના અધિકારીઓ પાણીનો નમૂનો લઇ ગયા

આ પાણીનો ઉપયોગ ન કરવા અપીલ
ટેન્કરના નંબર પણ ગ્રામજનો પાસે છે

વાંકાનેર: તાલુકા સિંધાવદર ગામ નજીકથી પસાર થતી આસોઇ નદીમાં ગતરાત્રીના કોઇ અજાણ્યા શખ્સો કેમિકલ ભરેલ ટેન્કરને સાતપુલ નજીક નદીમાં ઠાલવી જતાં નદી પ્રદુષિત થઇ હતી, જેના કારણે પાણીમાં રહેલ તમામ જળચર પ્રાણીઓના મોત થયા છે, જેમાં આ વાતની જાણ થતાં ગ્રામજનો સ્થળ પર પહોંચી ગયા હતા અને બાબતની જાણ જવાબદાર તંત્રને કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.


આ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામ નજીકથી પસાર થતી આસોઇ નદીમાં ગતરાત્રીના કોઇ અજાણ્યા શખ્સો વેસ્ટ કેમિકલ ભરેલ ટેન્કર (જેના નંબર પણ ગ્રામજનો પાસે છે) ઠાલવી જતાં નદી પ્રદુષિત થતાં તેમાના જળચર પ્રાણીઓના મોત થયા છે.

જેમાં કેમિકલ માફીયાઓ દ્વારા વેસ્ટ કેમિકલનો યોગ્ય નિકાલ કરવાના બદલે જાહેર નદીમાં ઠાલવી પ્રદુષણ ફેલાવતાં ગ્રામજનોમાં રોષ ફેલાયો છે. આ પાણીનો હાલ ઉપયોગ ન કરવા જાગૃત નાગરિકો દ્વારા અપીલ કરાઈ છે.


અત્રે ઉલ્લેખનીય છે કે નદીમાં કેમિકલ માફીયાઓએ વેસ્ટ કેમિકલ છોડાતાં પાણી દૂષિત થતાં જળચળ પ્રાણીઓના મોત થયા હતા,

તો બીજી નદીમાંથી સિંચાઇ માટે પાણીનો ઉપયોગ કરતા ખેડૂતો પણ પ્રદૂષિત પાણીને કારણે પરેશાન થઇ રહ્યા છે, જેના કારણે ખેતીમાં પણ નુકસાન થવાની સંભાવના છે. ગ્રામ આગેવાનોએ પોલીસ સ્ટેશન, મામલતદાર અને પ્રદુષણ બોર્ડને જાણ કરતા પ્રદુષણ બોર્ડના અધિકારીઓ પાણીનો નમૂનો લઇ ગયા છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!