પલાંસડીમાં પીધેલ અને દેશી દારૂ સાથેના બીજા બે કેસ
વાંકાનેર: મીલપ્લોટમા રહેતા વસંતબેન જગદિશભાઈ સાદરીયાનો જમાઈ ભરતભાઈ ભનુભાઈ કુકાવા રહે.રાતીદેવળી વાળો પોતાના ઘરે દારૂ પી તોફાન કરે છે, તેમ માહિત મળતા પોલીસ ત્યાં પહોંચેલ અને તે થોથરાતી જીભે બોલતો, મજકુરની આંખો જોતા નશાતળે લાલઘુમ હોય અને કેફી પ્રવાહી પીણું પીધેલ જણાતા પ્રોહી કલમ ૬૬-(૧)-બી મુજબનો ગુન્હો કરતા ધોરણસર અટક કરેલ હતી.


પલાસડીમાં પીધેલ પકડાયા
પલાસડીના જેરામભાઇ ખોડાભાઇ જાતે કોળી (ઉ.વ.૫૦ ધંધો. મજુરી) વાળાને પોલીસ ખાતાએ નશો કરેલ હાલતમાં પકડી પડેલ છે.


દેશી દારૂ સાથે ઝડપાયા
માટેલ રોડ વિકાસ હોટલ પાછળ મીનાબેન ગભરૂભાઇ માથાસુરીયા (દેવીપુજક) દેશી દારૂ કુલ કોથળીઓ નંગ-૬૫ લીટર-૧૩ કી.રૂ.૨૬૦/- અને ઢુવા સીમમાં આવેલ ગોકુલ કારખાના પાસે ખરાબામાં દિપકભાઇ હિરાભાઇ ચારલા જાતે કોળી ઉવ.૩૫ ધંધો મજુરી રહે.ભીમગુડા કોથળીઓ નંગ-૬૪ કી.રૂ.૦૦/- કુલ દેશી દારુ લીટર-૧૬ સાથે ધરપકડ કરેલછે.
નિ:સંતાન દંપતી માટે નિ:શુલ્ક માર્ગદર્શન કેમ્પ વાંકાનેર
તા: 29-10-23 રવિવાર
સમય: 8:30 થી 12:30
કેમ્પ સ્થળ:
બાદી હોસ્પિટલ 🏥
આશિયાના સોસાયટી,
જિનપરા,વાંકાનેર

વધુ માહિતી/નામ નોંધવા માટે:
9409166480
યશ સોલંકી
દરેક નિ:સંતાન દંપતી ને લાભ લેવા વિનંતી
વિંગ્સ ivf હોસ્પિટલ રાજકોટ
થી ડોક્ટર્સ ની ટીમ કેમ્પ નું પ્રતનિધિત્વ કરશે.
આ મેસેજ ને જરૂરિયાત વાળા દર્દી ને મોકલવા વિનંતી.🙏🙏
