મૃતક વાંકાનેર જીનપરાના રહેવાશી
વાંકાનેર: મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર કારખાનાની સામેના ભાગમાં મહિલા ઊભી હતી ત્યારે બોલેરો પીકઅપ ગાડીના ચાલકે પોતાની ગાડીને રિવર્સમાં લેતા આધેડ મહિલાને હડફેટે લીધી હતી જેથી તેને માથાના ભાગે ગંભીર ઇજા થયેલ હોવાથી તે મહિલાનું મોત નીપજ્યું હતું આ બનાવ સંદર્ભે મૃતક મહિલાના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બોલેરો ગાડીના ચાલક સામે ગુનો નોંધેલ છે…



જાણવા મળ્યા મુજબ વાંકાનેરના જીનપરા વિસ્તારમાં સુંદરજીભાઈ વાળી શેરીમાં રહેતા અજયભાઈ ભરતભાઈ સોઢા (ઉ.23) એ બોલેરો ગાડી નંબર આરજે 4 જીસી 5350 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી વાંકાનેર નેશનલ હાઈવે રોડ ઉપર પેગવીન કારખાના તરફ જવાના રસ્તાની કટ્ટ પાસે તેઓના માતા મંજુબેન ભરતભાઈ સોઢા (ઉ.55) ઉભા હતા દરમિયાન આરોપીએ પોતાના હવાલા વાળી બોલેરો ગાડી બેફિકરાઈથી રિવર્સમાં લીધી હતી અને ફરિયાદીના માતાને હડફેટે લીધા હતા ત્યારે ફરિયાદીની માતાને માથાના ભાગે ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું મોત નિપજ્યું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક મહિલાના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધેલ છે, મૃતક મૂળ ગોંડલના રહેવાસી હતા…
