કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

દર મંગળવાર અને શુક્રવારે એસપીને રૂબરૂ મળી શકાશે

વિના સંકોચ અને ડર વગર લોકો ફરિયાદ કે રજુઆત કે અરજી કરી શકે તે માટે એસપી ખુદ મેદાને આવ્યા

મોરબી : મોરબી જિલ્લા પોલીસે લોકોની ફરિયાદો, રજુઆતો સાંભળીને તેના યોગ્ય નિરાકરણ માટે નવતર પ્રયોગ અમલમાં મુક્યો છે. હવે મોરબી જિલ્લાના તમામ લોકોને ક્રાઈમને લગતી ફરિયાદ કે રજુઆત, અરજીઓ હોય તો તેઓ સીધા જ એસપીને મળીને રજુઆત કરી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે અને જિલ્લાના લોકો હવે દર મંગળવાર અને શુક્રવારે એસપીને રૂબરૂ ફરિયાદ કરી શકશે.

મોરબી જિલ્લાના પોલીસ સ્ટેશનમાં ઘણી વખત ક્રાઈમને ફરિયાદ નોંધાતી જ ન હોવાની લોકોમાંથી ફરિયાદ ઉઠે છે. ક્યારેક પોલીસ એફઆઈઆર પોલીસ નોંધવાની બદલે માત્ર અરજીથી જ કામ ચલાવે છે. આ અરજીમાં પોલીસ કોઈ કામ કરતી ન હોવાની પણ બુમરાણ ઉઠે છે. આથી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીએ લોકોની ફરિયાદ ખુદ સાંભળીને નિરાકરણ માટે સરસ મજાનો ઉપાય કાઢ્યો છે.

વિના સંકોચ અને ડર વગર લોકો ફરિયાદ કે રજુઆત કે અરજી કરી શકે તે માટે એસપી ખુદ મેદાને આવ્યા છે અને હવેથી જિલ્લાના તમામ લોકો સપ્તાહના દર મંગળવારે અને શુકવારે ફરિયાદ કે રજુઆત એસપીને રૂબરૂ મળીને કરી શકશે.

લોકો ખુદ જ એસપી કચેરીએ જઈને આ રજા સિવાયના દિવસોમાં મંગળવારે અને શુકવારે ફરિયાદ કે રજુઆત કરવા એસપીની મુલાકાત લઈ શકશે. ખુદ એસપીએ મોરબી જિલ્લાના લોકોને કોઈની પણ શહે શરમ રાખ્યા વગર ક્રાઈમને લગતી ફરિયાદ કરવા માટે આગળ આવવા અપીલ કરી છે.

લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી

લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ

Content Copying Forbidden !!

error: Content is protected !!