મોરબી જિલ્લામાં એકસાથે કુલ 60 માં વાંકાનેરના કર્મચારીઓનો પણ સમાવેશ
મોરબી : મોરબી જિલ્લા પોલીસ વડાએ આજે જિલ્લામાં વિવિધ જગ્યાએ ફરજ બજાવતા 60 જેટલા પોલીસકર્મીઓની આંતરિક બદલીનો ઘાણવો ઉતાર્યો છે.
મોરબી જિલ્લામાં ફરજ બજાવતા 60 પોલીસ કર્મીઓના બદલીના ઓર્ડર જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી દ્વારા કરવામાં આવ્યા છે. જેમાં જીલ્લા તમામ પોલીસ મથકો મોરબી સીટી એ ડીવીઝન, મોરબી સીટી બી ડીવીઝન, વાંકાનેર તાલુકા, વાંકાનેર સિટી, ટંકારા તાલુકા, માળિયા તાલુકા, મહિલા પોલીસ સ્ટેશન તેમજ પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને ASI સહિતના કર્મચારીઓની આંતરિક બદલી કરવામાં આવી છે, વાંકાનેરને સ્પર્શ કરતા ફેરફારો નીચે મુજબ છે.
વાંકાનેરના નીચેના પોલીસ કર્મચારીઓની અન્યત્ર બદલી થઇ છે
જુવાનસિંહ ભરતસિંહ રાણા એસ.ઓ.જી. માં
વિજય હરિલાલ ગરધર પોલીસ હેડ ક્વાર્ટર માં
નગીનદાસ જગજીવનદાસ નિમાવત એસસી/એસટી સેલ માં
અન્યત્ર સ્થળેથી વાંકાનેર આવનારાઓમાં નીચે મુજબના કર્મચારીઓનો સમાવેશ થાય છે
દેવાયત દેવરાજભાઇ ગોહેલ વાંકાનેર સીટીમાં
લાખાભાઇ પરબતભાઇ બેરાણી વાંકાનેર સીટીમાં
વનરાજસિંહ અભેસિંહ ઝાલા વાંકાનેર સીટીમાં