કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

ઢુવામાં સ્પાના સંચાલક ઉપર ધારીયા વડે હુમલો

ભીમગુડામાં માર મારવાનો બીજો બનાવ

વાંકાનેર: ઢુવા ચોકડી પાસે આવેલા બબલી સ્પાના સંચાલક ઉપર ત્રણ મિત્રોએ નજીવા પ્રશ્ને ઝઘડો કરી ધારીયા વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. મોરબીમાં આવેલા મહેન્દ્રનગરમાં રહેતા અને ઢુંવા ચોકડી પાસે માટેલ રોડ ઉપર બબલી સ્પા ચલાવતો જીવણ બચુભાઈ ચાવડા નામનો 35 વર્ષનો યુવાન પોતાના સ્પામાં હતો.

ત્યારે રાત્રીના સાડા દસેક વાગ્યાના અરસામાં મિત્ર પ્રવીણ મનસુખ, અમિત સારલા અને અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી પાઇપ વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો…

આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં ભીમગુડા ગામે રહેતા કરમશીભાઈ લક્ષ્મણભાઈ વીજવાડીયા (ઉ.વ.60) અને તેના નાના ભાઈ કરશનભાઈ લક્ષ્મણભાઈ વીજવાડીયા (ઉ.વ.52) સાંજના ચારેક વાગ્યાના અરસામાં પોતાના ગામમાં હતા ત્યારે સંજય નરશી, મેહુલ નરશી, મુકેશ નરશી અને ત્રણ અજાણ્યા શખ્સોએ માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા બંને ભાઈઓને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઉપરોક્ત બંને બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!