તારીખ 29 અને 30 નવેમ્બર, 2025ના
મતવિસ્તારમાં કુલ 4 સ્થળો પર કેમ્પો યોજાશે
વાંકાનેરમાં મામલતદાર અને તાલુકા પંચાયત કચેરી
રાજકોટમાં મામલતદાર રાજકોટ (ગ્રામ્ય) અને તાલુકા પંચાયત કચેરી
વાંકાનેર: નાગરિકોની સુવિધા માટે 67-વાંકાનેર વિધાનસભા મતવિસ્તારમાં તારીખ 29 અને 30 નવેમ્બર, 2025ના રોજ ખાસ કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. તાલુકાના તમામ મતદારોને આ કેમ્પની મુલાકાત લઈને તેમના ફોર્મ્સ જમા કરાવવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
વાંકાનેર વિધાનસભા મતવિસ્તારમાં કુલ 4 સ્થળો પર કેમ્પો યોજાશે, જેમાં રાજકોટના અમુક સ્થળોનો પણ સમાવેશ થાય છે. તારીખ 29/11/2025 બપોરે 12:00થી સાંજે 05:00 સુધી મામલતદાર કચેરી, વાંકાનેર, રાજકોટ રોડ, વાંકાનેર અને તાલુકા પંચાયત કચેરી, જકાતનાકા વાંકાનેર ખાતે કેમ્પ યોજાશે.
તો તારીખ 30/11/2025 ના રોજ સવારે 10:00થી સાંજે 05:00 સુધી મામલતદાર રાજકોટ (ગ્રામ્ય) કચેરી, જુની કલેક્ટર કચેરી કમ્પાઉન્ડ, આઈ.પી મિશન સ્કૂલની પાછળ, રાજકોટ ખાતે તેમજ તાલુકા પંચાયત કચેરી- રાજકોટ, ફાસ્ટ ટ્રેક કોર્ટ (નયન મંદિર), જુની કલેક્ટર કચેરી રોડ, જિલ્લા નોંધણી કચેરીની બાજુમાં, રાજકોટ ખાતે આયોજન કરાયું છે.
જિલ્લા ચૂંટણી અધિકારીએ તમામ લાયક નાગરિકોને પોતાના મતદાર યાદી સંબંધિત કામગીરી માટે આ કેમ્પોનો મહત્તમ લાભ લેવા અને સમયસર ફોર્મ જમા કરાવવા માટે ભારપૂર્વક અપીલ કરી છે…