ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષ તથા પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક્ટ જજ દિલીપ પી. મહિડાના અધ્યક્ષસ્થાને તેમજ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી ડી.એ. પારેખના દેખરેખ હેઠળ જિલ્લા ન્યાયાલય મોરબી તથા તેના તાબા હેઠળ આવેલા વાંકાનેર, ટંકારા ખાતે આજે 8 ફેબ્રુઆરી ને શનિવારના રોજ ટારગેટેડ કેસો માટેની સ્પેશિયલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે…
આ સ્પેશિયલ લોક અદાલતમાં ટારગેટેડ કેસોની મેટર જેવી કે મોટર વાહન અધિનિયમ- 1988 અંતર્ગત અકસ્માતને લગતાં કેસો, નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ- 138ના કેસો, લગ્ન સંબંધી તથા ભરણપોષણને લગતા મેટ્રોમોનિયલ મેટર્સના કેસો, એલ.એ.આરના કેસો, દિવાની દાવાને લગતાં કેસો સમાધાન માટે મૂકવામાં આવશે. તમામ ટારગેટેડ કેસોમાં બંને પક્ષકારો વચ્ચે કેન્સીલેશનની પ્રક્રિયા કરી કેસમાં સમાધાનના પ્રયત્નો કરવામાં આવશે…