તારીખ:- 11/ 09 / 2023 સોમવાર સાંજ સુધીમાં બે પાણ માટે ફોર્મ ભરી જમા કરાવી આપવા
વાંકાનેર તાલુકા ભાજપ ઉપ પ્રમુખ અશરફ બાદીની અપીલ
ડિસ્ટ્રિક્ટ કેનાલ અને ધોરીયા જે તે વિસ્તારના કિસાનોએ સાફ કરવાના રહેશે
વાંકાનેર: વાંકાનેર તાલુકા ભાજપ ઉપ પ્રમુખ અશરફ બાદી (98244 94371) એ એક અપીલમાં જણાવ્યું છે કે મચ્છુ ડેમની કેનાલનું પાણી સિંચાઈમાં વાપરતા હોય તેવા તમામ કિસાનોને સુચના આપવામાં આવે છે કે, તારીખ:- 11/ 09 / 2023 સોમવાર સાંજ સુધીમાં બે પાણ માટે ફોર્મ ભરી જમા કરાવી આપવા. જેથી તાત્કાલિક કેનાલમાં પાણી છોડવા માટેના પ્રયાસ સફળ થઈ શકે.
(જે ખેડૂત, કેનાલ સેકશન અધિકારી તેમજ પગી જો ગેરરીતી કરતા પકડાશે, તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.) આમાં અધિકારી, પદ અધિકારી અથવા આગેવાનોની ભલામણ બિલકુલ ચલાવી લેવામાં આવશે નહીં, જેની ખાસ નોંધ લેવી.
તેમજ ડિસ્ટ્રિક્ટ કેનાલ અને ધોરીયા જે તે વિસ્તારના કિસાનોએ સાફ કરવાના રહેશે, જો ઉપરોક્ત સૂચનાનો તાત્કાલિક અમલ કરવામાં આવશે, તો કરોડો રૂપિયાનો પાક બચાવી શકાય અને જહેમતને અંજામ સુધી પહોંચાડી શકાય. સરકારની કોઈપણ મળતી સુવિધાને ટકાવી રાખવા યોગ્યતા જરૂરી છે. સો ટકા પીયત બતાવવા તમામ ખેડૂત ભાઇઓને ફોર્મ ભરવા નમ્ર અપીલ કરવામા આવે છે.
ફોર્મ ની પીડીએફ આમાં સાથે મુકેલ છે.