કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

રાજકોટ- મહેબૂબનગર વચ્ચે ખાસ ટ્રેન દર સોમવારે

વાંકાનેર બપોરના 2:16 કલાકે અમદાવાદ તરફ જવા અને સવારના 4:04 કલાકે રાજકોટ તરફ

મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવેએ રાજકોટ અને મહેબૂબનગર વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. ટ્રેન નંબર 09575 રાજકોટ- મહેબૂબનગર સ્પેશિયલ 3 માર્ચ (કાલ) થી 30 જૂન, 2025 દરમિયાન દર સોમવારે 13.45 કલાકે રાજકોટથી ઉપડશે અને બીજા દિવસે 20.00 કલાકે મહેબુબનગર પહોંચશે. એ જ રીતે ટ્રેન નંબર 09576 મહેબૂબનગર-રાજકોટ સ્પેશિયલ 4 માર્ચ થી 1 જુલાઈ, 2025 દરમિયાન દર મંગળવારે મહેબૂબનગરથી 22.10 કલાકે ઉપડશે અને ગુરુવારે 05.00 કલાકે રાજકોટ પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં વાંકાનેર, સુરેન્દ્રનગર, અમદાવાદ, નડિયાદ, આણંદ, વડોદરા, ઉધના, નંદુરબાર, જલગાંવ, ભુસાવલ, મલકાપુર, અકોલા, વાશીમ, હિંગોલી, બસમત, પૂર્ણા, નાંદડ, ધર્માબાદ, બાસર, નિઝામાબાદ, કામરેડ્ડી, મેડચલ, કાચીગુડા, ઉમદાનગર, શાદનગર અને જડચરલા સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3- ટાયર, સ્લીપર ક્લાસ અને સેક્વડ ક્લાસ જનરલ કોચ હશે. ટ્રેન નંબર 09575 રાજકોટ-મહેબૂબનગર સ્પેશિયલનું બુકિંગ 1 માર્ચ, 2025 થી તમામ કાઉન્ટર અને વેબસાઇટ પર ખુલશે. ટ્રેનોના સ્ટોપેજ, સમય અને કમ્પોઝિશન સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને રેલવેની વેબસાઈટની મુલાકાત લેવા જણાવ્યુ છે. આ ટ્રેન વાંકાનેર બપોરના 2:16 કલાકે અમદાવાદ તરફ જવા અને સવારના 4:04 કલાકે રાજકોટ તરફ જવા મળશે.

Content Copying Forbidden !!

error: Content is protected !!