કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

8 ડિસેમ્બરની ઓખા-જયપુર ટ્રેન અજમેર સુધી જ જશે

ઓખા-બાંદ્રા વચ્ચે ચલાવાશે સ્પેશિયલ ટ્રેન

બુકિંગ ૩ ઓગસ્ટ (આવતી કાલ) થી શરુ

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે ઓખા અને બાંદ્રા વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવશે. આ ટ્રેનની વિગતો નીચે મુજબ છે:

ટ્રેન નંબર ૦૯૦૭૮/૦૯૦૭૭ ઓખા – બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ [૪ ફેરા]

ટ્રેન નંબર ૦૯૦૭૮ ઓખા-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ શનિવાર અને મંગળવારે ઓખાથી સવારે ૦૮:૨૦ વાગ્યે ઉપડશે અને બીજા દિવસે વહેલી સવારે ૦૪:૦૦ વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન ૧૬ અને ૧૯ ઓગસ્ટ, ૨૦૨૫ ના રોજ ચાલશે. એ જ રીતે, ટ્રેન નંબર ૦૯૦૭૭ બાંદ્રા ટર્મિનસ-ઓખા સ્પેશિયલ ગુરુવાર અને રવિવારે બાંદ્રા ટર્મિનસથી રાત્રે ૨૧:૨૦ વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સાંજે ૧૬:૪૫ વાગ્યે ઓખા પહોંચશે. આ ટ્રેન ૧૪ અને ૧૭ ઓગસ્ટ, ૨૦૨૫ ના રોજ ચાલશે.

આ ટ્રેન બંને દિશામાં દ્વારકા, જામનગર, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, વાપી, વલસાડ, પાલઘર અને બોરીવલી સ્ટેશનો પર ઉભી રહેશે.

ટ્રેન નંબર ૦૯૦૭૮/૦૯૦૭૭ માટેનું બુકિંગ ૩ ઓગસ્ટ, ૨૦૨૫ થી તમામ પીઆરએસ કાઉન્ટરો અને આઈઆરસીટીસીની વેબસાઈટ પર શરૂ થશે. ટ્રેનના સંચાલન સમય, સ્ટોપેજ અને કોચની રચના સંબંધિત વિસ્તૃત માહિતી માટે મુસાફરો કૃપા કરીને http://www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે..

Content Copying Forbidden !!

error: Content is protected !!