વાંકાનેર: બસ સ્ટેશન સામે સરકારી પુસ્તકાલયની નીચે આરોગ્યનગરમાં ઘરની બહાર પાર્ક કરેલ મોટર સાયકલ અજાણ્યો માણસ ચોરી ગયાની ફરિયાદ થઇ છે….
જાણવા મળ્યા મુજબ વાંકાનેર બસ સ્ટેશન સામે સરકારી પુસ્તકાલયની નીચે આરોગ્યનગરમાં રહેતા ગેલાભાઇ શીવાભાઇ સાપરા
(ઉ.વ.૪૬) વાળાએ ફરીયાદમાં લખાવેલ છે કે મેં મારા ઉપયોગ માટે જુનામાંથી એક સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ જેના રજી નંબર GJ-03-CH-5416 વાળુ 
આશરે પાંચેક વર્ષ પહેલા ખરીદ કરેલ હતુ જે મોટર સાયકલ તા: 17/7/2025 ના રાત્રીના ઘરની બહાર પાર્ક કરેલ, જે સવારે મળી આવેલ નહીં, 
કોઈ અજાણ્યો માણસ ડુપ્લીકેટ ચાવીથી લોક ખોલી સને-૨૦૦૮ ના મોડલનુ જેની કિ.રૂ.૧૫,૦૦૦/-વાળુ ચોરી ગયેલ છે, 
પોલીસ ખાતાએ ગુન્હો બી.એન.એસ.૨૦૨૩ ની કલમ-૩૦૩(૨)મુજબ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે….
